વાંસદાના ધારસભ્ય પરનો હૂમલો ભાજપનું કાવતરુઃ પ્રવક્તા પવન ખેરા
પવન ખેરાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. જળ, જંગલ અને જમીનને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કટીબધ્ધ છે.
કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને વખોડતા કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસીઓના હક્ક અને અધિકાર માટે છેલ્લા લાંબા સમયથી શાંતિપૂર્ણ અને ગાંધીચિંધ્યા માર્ગે તાપી પાર લીંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. જળ, જંગલ અને જમીનને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કટીબધ્ધ છે.

આ સુનિયોજીત હુમલો ભાજપ સરકારની ગભરાહટ દર્શાવે છે. કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તા - આગેવાનો આદિવાસી ભાઈ-બહેનોના હક્ક અધિકાર માટે છેલ્લા શ્વાસ સુધી લડશે. આદિવાસી વિરોધી યોજનાઓને પરત લેવાને કારણે બોખલાયેલી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને શ્રી અનંતભાઈ પટેલે ઘુંટણીએ પાડી દીધી હતી. જે વાત ભાજપને સતત ખટકી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંતભાઈ પટેલ 10 ઓક્ટોબરના રોજ આદિવાસીઓના અધિકારો માટે “સંઘર્ષ રેલીનું” આયોજન કર્યું છે. જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો, આદિવાસી આગેવાનો, યુવાનો જોડાશે. ત્યારે હાર ભાળી ગયેલી ભાજપ સરકારે તંત્રનો દુરુપયોગ, જુદા જુદા હથકંડાઓ, સામ, દામ, દંડ, ભેદની નીતિથી તેમને રોકવા માટે સુનિયોજીત હુમલો કરવામાં આવ્યો છે. પોતાની સત્તા ટકાવી રાખવા બેબાકળી બનેલી ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો, પોલીસ તંત્રનો, વહિવટીતંત્રનો દુરુપયોગ કરી રહી છે.












Click it and Unblock the Notifications
