CMની અધ્યક્ષતમાં યોજાઇ બેઠક, પાટીદારોને અનામત પર ચર્ચા

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પાટીદારોને અનામત મામલે ચર્ચા

પાટીદારોને અનામત મામલે ચર્ચા

પાટીદારોને અનામત મામલે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ.બેઠકમાં પાટીદાર અનામત આંદોલન મામલે ચર્ચા કરવામાં આવી.

ગેસ ગળતર, 39 વિદ્યાર્થીઓ બીમાર

ગેસ ગળતર, 39 વિદ્યાર્થીઓ બીમાર

નવસારીના ચીખલીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. અત્રે આવેલી એબી શાળામાં ગેસ ગળતરના પગલે શાળાના 39 વિદ્યાર્થીઓ બીમાર થઇ ગયા હતા. 3 વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થિની હાલત ગંભીર છે.

પાણી માટે માટલાફોટ અભિયાન

પાણી માટે માટલાફોટ અભિયાન

શહેરના વટવા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઇને કકળાટ થઇ રહ્યો છે, સ્થાનિક રહેવાસીઓની કેટલીએ અરજીઓ અને વિનંતીઓ કરવા છતાં પણ તેમના આ પ્રશ્નને હલ કરવા તંત્ર જાણે આડોડાઇ કરી રહ્યું છે. આજે જ્યારે તેમણે પાણી માટે માટલાફોટ અભિયાન શરૂ કર્યું તો પોલીસે તેમને જેલના સળીયા પાછળ ધકેલી દીધા.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી છે કેઆગામી 14 અને 15 ઓગસ્ટે ઉત્તર-પૂર્વ ગુજરાત અનેપૂર્વ-મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

પાટીદારો દ્વારા રેલી

પાટીદારો દ્વારા રેલી

- સાવલીમાં આવતીકાલે પાટીદારો દ્વારા રેલી યોજાશે, પાટીદારો રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપશે.

- છોટાઉદેપુરમાં પાટીદાર અનામત આંદોલન મામલો, ગુરુકૃપા સોસાયટીમાં પટેલ સમાજની બેઠક યોજાઈ, અનામત આંદોલનને સમર્થન આપવા લેવાયો નિર્ણય.

મહંતનું નિવેદન, આક્ષેપો પાયાવિહોણા

મહંતનું નિવેદન, આક્ષેપો પાયાવિહોણા

અમદાવાદના કાલુપુર મંદિરના મહંત સ્વામીનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું છે કે મારી પર કરાયેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. પૂર્વગ્રહને કારણે આ ષડયંત્ર રચવામાં આવ્યુ છે. શારીરિક શોષણનો તેમની પર આરોપ હતો.

જવાનોનું ઉમદા કામ

જવાનોનું ઉમદા કામ

બનાસકાંઠામાં BSFના જવાનોએ 42,00થી વધુ વૃક્ષો રોપીને ખૂબ જ ઉમદા કામ કરવા જઇ રહ્યા છે. 30 મિનિટમાં 22 લાખથી વધુ વૃક્ષો વાવવાનો રેકોર્ડ સર્જાશે.

જૂનાગઢ

જૂનાગઢ

જૂનાગઢના બિલખામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતા ચકચાર મચી જવા પામી છે. આ અથડામણમાં એક મહિલા સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

ભાવનગર

ભાવનગર

આગ ભભૂકી ઊઠી હતી. શિહોર ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું. વાનમાંથી બે વ્યક્તિને હેમખેમ બચાવી લેવાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X