ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કામરેજના અંબોલીના મહિલા સરપંચના પતિ પર ઉપર હુમલો
સુરતના કામરેજના હોટલના માલિક અને આંબોલી ગામના સરપંચના પતિ પર ઓફિસમાં ઘૂસીને ઈસમોએ હુમલો કર્યો હતો. લોખંડના પાઈપ અને બેઝબોલ વડે હુમલો થતાં સરપંચના પતિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પોલીસે હુમલાખોર ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત અલીભાઈએ જણાવ્યું હતું કે હોટેલની સામે કેબિન મૂકવાની બાબતમાં અદાવત રાખીને મારી પર આ હુમલો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અલીભાઈના પત્ની જુબેદા આંબોલીના સરપંચ છે.

અમિત શાહ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ વિધીમાં રહેશે હાજર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 17મી ઓગસ્ટે પ્રમુખ સ્વામી મહારાજની અંતિમવિધિમાં હાજરી આપશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને કેજરીવાલ સુધી બાપાના દર્શન લઇ ચૂક્યા છે. અને 17મીએ પણ પ્રમુખ સ્વામીની અંતિમ વિધિમાં અનેક રાજકીય નેતાઓ હાજર રહેશે.

શાહની હાજરીમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીની તાજપોશી
અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન 19મી ઓગસ્ટે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની તાજપોશી થશે. સાથે જ નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો અભિવાદન સમારોહ યોજાશે. પ્રેક્ષા વિશ્વ ભારતી સંકુલમાં પ્રદેશ આગેવાનો અને હજારો કાર્યકરોની ઉપાસ્થિતિમાં આ સમારોહ યોજાશે.

આનંદીબેન પણ કર્યા બાપાના દર્શન
ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલ પણ સાળંગપુર પહોંચીને પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહના છેલ્લા દર્શન કર્યા હતા.

નીતિન પટેલે કરી જાહેરાત સાતમો પગાર પંચ રાજ્યમાં લાગુ કરાશે
ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આજે સરકારી કર્મચારીઓને ખુશ કરી દે તેવા સમાચારની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે તેની કેબિનેટની મીટિંગમાં સાતમો પગાર પંચ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં એરિયર્સની ચૂકવણી પણ રાજ્ય સરકાર કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
