ગુજરાત આસપાસ: ધ્રાંગધ્રાના રાજ પેલેસમાં ચોરી

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પાટીદાર અનામતનો મામલો

પાટીદાર અનામતનો મામલો

પોલીસ અધિકારીઓ-પાટીદાર આગેવાનો વચ્ચે થઈ ચર્ચા-વિચારણા. પોલીસ કમિશનર ઓફિસમાં ચર્ચા કરવામાં આવી હતી.

હાર્દિક પટેલ સામે વિરોધ

હાર્દિક પટેલ સામે વિરોધ

અમદાવાદના વસ્ત્રાલના કંકુબાગ પાર્ટીપ્લોટમાં પાટીદાર આગેવાનોની મીટિંગ યોજાઇ. જેમાં એસપીજી ગ્રુપના કાર્યકર્તાઓએ હાર્દિક પટેલ સામે નોંધાવ્યો વિરોધ.

દરેક સમાજ અનામત લેવા કૂદ્યો

દરેક સમાજ અનામત લેવા કૂદ્યો

- ખડાયતા વાડીમાં ખડાયતા સમાજની મીટિંગ મળી. અમાનત મુદ્દે ખડાયતા સમાજની મીટિંગ મળી. આવતીકાલે મામલતદારને આવેદનપત્ર અપાશે. - પાટીદાર બાદ હવે સુરત બ્રહ્મ સમાજ મેદાને. સુરત બ્રહ્મ સમાજ પણ અનામતની રાહે. અનામત મુદ્દે આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે.

બોગસ સર્ટીફિકેટ રજૂ કરતા જામીન નામંજૂર

બોગસ સર્ટીફિકેટ રજૂ કરતા જામીન નામંજૂર

સુરતમાં આરોપી દ્વારા બોગસ સર્ટીફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે કોર્ટે કડક વલણ અપનાવતા કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. આરોપી રાજૂ સલમાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

ધ્રાંગધ્રાના રાજ પેલેસમાં ચોરી

ધ્રાંગધ્રાના રાજ પેલેસમાં ચોરી

ધ્રાંગધ્રાના રાજ પેલેસમાં ચોરી થતા ચકચાર. રાજ પેલેસમાં લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થયાની આશંકા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે સઘન તપાસ કરી રહી છે.

કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્ર ગાંધીનગરમાં

કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્ર ગાંધીનગરમાં

કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્ર ગાંધીનગરમાં આવી પહોંચ્યા. રાજ્યપાલ ઓ.પી.કોહલી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિના પત્નીના નિધન પર કલરાજ મિશ્રાએ દુઃખ વ્યક્ત કર્યું.

ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ

ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટના પડધરીમાં ખેડૂતે આપઘાતનો પ્રયાસ એટલા માટે કર્યો કારણ કે તેના ખેતરમાં વીજળીની લાઇન નાખવામાં આવી રહી હતી. સૂત્રોની માનીએ તો આ ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી થાંભલા નખાતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદમાં વરસાદી હેલી

અમદાવાદમાં વરસાદી હેલી

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી શ્રાવણ મહિનાના સરવરિયા જોવા મળી રહ્યા છે. શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ઊકળાટ અનુભવાઇ રહ્યો છે.

ઠાસરા ન.પા.ના સભ્યનું રાજીનામુ

ઠાસરા ન.પા.ના સભ્યનું રાજીનામુ

અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે ઠાસરા મામલતદાર કચેરી પર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જેના પગલે ઠાસરા નગર પાલિકાના વધુ એક સભ્યએ આપ્યું રાજીનામું ધરી દીધું છે.

રોજગાર પત્રો આપવાનો યોજાયો કાર્યક્રમ

રોજગાર પત્રો આપવાનો યોજાયો કાર્યક્રમ

વડોદરમામાં રોજગાર પત્રો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ-રોજગાર પ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તેમજ નાણા પ્રધાન સૌરભભાઈ પટેલે પણ પણ હાજરી આપી હતી.

કંડલાના દરિયાએથી 4 શંકાસ્પદોની ધરપકડ

કંડલાના દરિયાએથી 4 શંકાસ્પદોની ધરપકડ

કંડલાના દરિયામાં ગઇકાલે 4 શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા હતા. આ 4 શંકાસ્પદ લોકોને આજે શોધી કઢાયા હતા. તમામ ચારેય લોકો માલધારી હોવાનું બહાર આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X