For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 120મી જન્મજયંતી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 120મી જન્મજયંતી

રવિવારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની 120મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 28 ઓગષ્ટ 1896માં ગામના છેવાડાના વિસ્તાર એવા અઘોરવાસના પોલીસ ક્વાર્ટરમાં થયો હતો. તેમના નિવાસ્સ્થાને ભવ્યા ડાયરા સાથે મેઘાણીની જન્મજયંતિ ઉજવાઈ હતી. નોંધનીય છે કે આજે પણ મેઘાણીની ચારણ કન્યા, લાગ્યો કસુંબીનો રંગ, છેલ્લો કટોરો બાપુ ઝેરનો પી જજો ખૂબ દ લોકપ્રિય છે. અને તેમની નવકથા "સૌરાષ્ટ્રની રસધાર"એ ગુજરાતી સાહિત્યમાં મહત્વનું પ્રદાન આપ્યું છે.

સુરતમાં 5 લાખથી વધુ ભક્તોએ એકાસણા કરી રચ્યો વિશ્વ રેકોર્ડ

સુરતમાં 5 લાખથી વધુ ભક્તોએ એકાસણા કરી રચ્યો વિશ્વ રેકોર્ડ

સુરતમાં જૈન મુનિ રૂપમુનિજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકાસણાનું આયોજન કર્યું હતું. જેમાં 5 લાખથી વધુ ભક્તોએ એકાસણાં કરીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અને યુનિક વર્લ્ડ રેકોર્ડસમાં નામ નોંધાવ્યું હતું. હાલમાં ચાતુર્માસ દરમિયાન શહેરના ઉપાશ્રયો અને જૈન સંઘોમા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. દરમિયાન સુરતમાં પધારેલા જૈનાચાર્ય રૂપમુનિજીના સ્વાસ્થ્ય, દીધાર્યુ માટે એક સાથે પાંચ લાખથી વધુ જૈન ભક્તોએ એકાસણા કર્યાં હતા.

જલારામ બાપના વંશજ જયસુખરામ બાપાના આજે થયા અંતિમ સંસ્કાર

જલારામ બાપના વંશજ જયસુખરામ બાપાના આજે થયા અંતિમ સંસ્કાર

જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો વીરપુર આવી પહોંચ્યા હતા. શનિવારે 88 વર્ષની વયે શનિવારે સાંજે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર સમયે જાણીતા કથાકાર મોરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા.

નરેન્દ્ર મોદી મંગળવારે આવશે ગુજરાતની મુલાકાતે

નરેન્દ્ર મોદી મંગળવારે આવશે ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની મુલાકાતે આવશે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના એટલે "સૌની"નું ઉદ્દધાટન કરવા નરેન્દ્ર મોદી જામનગરના ધ્રોલ પહોંચશે. સાથે જ આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.

કેતન અને ચિરાગ પટેલની હાકલપટ્ટી

કેતન અને ચિરાગ પટેલની હાકલપટ્ટી

પાસના આંતરિક ડખા હવે બહાર આવ્યા છે કેતન અને ચિરાગો હાર્દિકને સત્તા લાલાચુ કહેતા હાર્દિકે ચિરાગ પટેલ તથા કેતન પટેલને પાસમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ઉદેપુરમાં મળેલી પાસના સભ્યોની બેઠકમા સર્વાનુમતે કેતન અને ચિરાગને સંગઠનમાંથી દૂર કરવાની જાહેરાત ગત મોડી સાંજે કરવામાં આવી હતી. કેતન અને ચિરાગે હાર્દિક સામે ફંડના દુરુપયોગ અને મનસ્વી રીતે વર્તવાનો આરોપ લગાવ્યો હતો.

ચિરાગ પટેલનું મંતવ્ય

ચિરાગ પટેલનું મંતવ્ય

જ્યારે આ નિર્ણય બાદ ચિરાગ પટેલે જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દિકની જાગીર નથી. તેમણે ઉમેર્યુ હતું કે આંદોનલ માટે મળેલા કરોડો રૂપિયામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરીને હાર્દિક ભવ્ય લાઈફ સ્ટાઈલ જીવી રહ્યો છે. તો બીજી તરફ હાર્દિકે કહ્યુ કે સમાજની એક્તા અને આંદોલનને અસર થાય તેવી વર્તણૂક બદલ કેતન અને ચિરાગને પાસમાંથી બરતરફ કરાયા છે

English summary
august 29 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X