Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત આસપાસ: સમગ્ર ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પૂર બાદ હવે રોગચાળાનો ભય

પૂર બાદ હવે રોગચાળાનો ભય

જિલ્લામાં અતિવૃષ્ટિથી હાહાકાર મચી જવા પામ્યો છે. વરસાદ બાદ હવે રોગચાળાની ભીતિ. હજારો મૃત પશુઓને દાટવાની કામગીરી શરૂ કરવામાં આવી.

દરેક સિન્‍ડિકેટ સભ્ય એક હોસ્ટેલ દત્તક લેશે

દરેક સિન્‍ડિકેટ સભ્ય એક હોસ્ટેલ દત્તક લેશે

એમ.એસ યુનિ.ના દરેક સિન્‍ડિકેટ સભ્ય એક હોસ્ટેલ દત્તક લેશે. આદર્શ આવાસ બનાવવા હોસ્ટેલ દત્તક લેશે. આ તમામ હોસ્ટેલમાં સાફ-સફાઇ કરવામાં આવશે.

સેટેલાઈટમાં રૂ.12.30 લાખની છેતરપિંડી

સેટેલાઈટમાં રૂ.12.30 લાખની છેતરપિંડી

સેટેલાઈટમાં રૂ.12.30 લાખની છેતરપિંડી કરતા કર્મચારીઓ.કંપનીના કર્મચારીઓએ જ કરી છેતરપિંડી.ઈન્કમટેક્સ અને સેલ્સટેક્સ નહીં ભરી છેતરપિંડીં કરી હોવાની ઘટના સામે આવી છે.

પાટીદારોની અનામત રેલી

ગાંધીનગરમાં પાટીદારોની અનામત રેલી.

પાટીદારોની અનામત રેલી

જામનગરમાં પાટીદારોની અનામત રેલી.

પાટીદારોની અનામત રેલી

હિંમતનગરમાંપાટીદારોની અનામત રેલી.

સુરતમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા

સુરતમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા

સુરતના ઘેલાણી પાર્ક સોસયટી ખાતે જુગાર રમતા ઇસમો ઝડપાયા. ઇલેક્ટ્રોનીક દુકાનમાં જુગાર રમતા 13 ઝડપાયા. રૂ.1.89 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો.

ગીતામંદિરના નવા બસ સ્ટેશનનું ઉદઘાટન

ગીતામંદિરના નવા બસ સ્ટેશનનું ઉદઘાટન

ગીતા મંદિર ખાતે બનેલ નવા બસ સ્ટેશનનું 6 ઓગસ્ટે ઉદઘાટન કરવામાં આવશે. મુખ્યપ્રધાનના હસ્તે કરાશે ઉદઘાટન. અત્રે નોંધનીય છે કે ગીતામંદિર ખાતે નવા બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મહિલાઓ દારૂના અડ્ડાએ ત્રાટકી

મહિલાઓ દારૂના અડ્ડાએ ત્રાટકી

દોલવાડના બેડારાયપુરા ગામે મહિલાઓ દારૂના અડ્ડાએ ત્રાટકી, 100થી વધુ મહિલાઓ ગામમાં આવેલા દારૂના અડ્ડાઓ પર ત્રાટકી અને આ અડ્ડાઓને બંધ કરાવવા માટે તેમણે અહીં તોડફોડ કરી હતી.

વિસ્મય શાહના જામીન મંજૂર

વિસ્મય શાહના જામીન મંજૂર

અમદાવાદના બિએમડબ્લ્યૂ હિટ એન્ડ રન કેસમાં દોષી વિસ્મય શાહને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. વિસ્મય શાહના વકીલે સેશન્સ કોર્ટ બાદ હાઇકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

ટ્રેનો પ્રભાવિત થઇ

ટ્રેનો પ્રભાવિત થઇ

ટ્રેન નં.22484 ગાંધીધામ-જોધપુર પેસેન્જર પ્રભાવીત થઇ છે, આજે ગાંધીધામ-જોધપુર પેસેન્જર રદ કરવામાં આવી છે.
ટ્રેન નં.14322 ભૂજ-બરેલી એક્સપ્રેસના માર્ગ ફેરફાર કરાયા છે, ભૂજ-બરેલી ટ્રેન સામખિયાલી-વિરમગામ-મહેસાણા થઈને ચાલશે.

આનંદીબેન કરશે ચેકનું વિતરણ

આનંદીબેન કરશે ચેકનું વિતરણ

અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના કાર્યક્રમમાં મુખ્યપ્રધાનનું નિવેદન. 1594 મહિલા લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવશે, અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

પૂર પૂડિતોને રૂપિયા 9 લાખની મદદ

પૂર પૂડિતોને રૂપિયા 9 લાખની મદદ

પંચમહાલના હાલોલના જૈન સમાજના યુવાનો દ્વારા રૂ.9 લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે અને તેમણે આ રાશિ બનાસકાંઠા રાહત સામગ્રી માટે મોકલી આપી છે. નોંધનીય છે પૂરના કારણે બનાસકાંઠાના ગામોની હાલત કપરી બની હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X