ગુજરાત આસપાસ: ભરૂચમાં બેંકના લોકરમાંથી સોનાની ચોરી

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બેન્કના લોકરમાંથી સોનાની ચોરી

બેન્કના લોકરમાંથી સોનાની ચોરી

ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેન્કના લોકરમાંથી ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. લોકરમાંથી રૂપિયા 17 લાખના સોનાની ચોરી થઇ. પોલીસ તપાસ શરૂ.

મોડાસામાં હિટ એન્ડ રન

મોડાસામાં હિટ એન્ડ રન

મોડાસાના ગાજણ ટોલપ્લાઝા પાસે હિટ એન્ડ રન કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પાણીના ટેન્કરે બાઇકચાલકને અડફેટે લેતા મોત.

વઢવાણમાં સવારથી વીજળી ગૂલ

વઢવાણમાં સવારથી વીજળી ગૂલ

વઢવાણમાં સવારથી વીજળી ગૂલ લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. આ અંગેની જાણ તંત્રને કરવામાં આવતા છતાં પણ હજી સુધી વીજળી આવી નથી.

ઢોર પકડાડા માલધારીઓ સામે કેસ

ઢોર પકડાતા માલધારીઓ સામે કેસ કરવામાં આવશે.

 છારોડીમાં 14 જુગારીઓ જડપાયા

છારોડીમાં 14 જુગારીઓ જડપાયા

હજી તો શ્રાવણ મહિનાને વાર છે તેમ છતાં અમદાવાદમાં જુગારધામ ચાલુ થઇ ગયું છે. અમદાવાદ પોલીસે છારોડીમાંથી 14 જુગારીઓને ઝડપી પાડ્યા છે.

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુ

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુ

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સ્વાઇન ફ્લુએ પોતાનું માથું ઉચક્યું છે. હાલમાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી ઉપલેટામાં મળીને કુલ ચાર વ્યક્તિઓને સ્વાઇન ફ્લુ થયો છે.

હિટ એન્ડ રન

હિટ એન્ડ રન

વડોદરામાં હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે જેમાં, પિતા પુત્રને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X