મહેસાણાના પાલોદર ગામે યોજાશે જોગણી માતાનો શુકન મેળો

jogani-mata
મહેસાણા, 4 એપ્રિલ : મહેસાણા જિલ્લાના પાલોદર ગામે શ્રી ચોસઠ જોગણી માતાજીનો શુકનમેળો યોજાવાનો છે. મહેસાણા તાલુકાના પાલોદર ગામે આગામી 6 એપ્રિલ અને 7 એપ્રિલ 2013ના રોજ ખેડુત જીવનને સ્પર્શતો શુકન મેળો અને મહાકાળી માતાજીની સગડીઓ નીકળવાની છે.

ભારત કૃષિપ્રધાન દેશ છે. દરેકની નજર સારા ચોમાસામાં પર મંડાયેલી છે. અનુભવી ખેડુતો, ઋતુ વિજ્ઞાનના જાણકારો કુદરતી વાતાવરણમાં થતા ફેરફાર,આકાશી વાદળનાં ડુંવાળાં,કોરમણી હુતાશનીની, અગ્નિ જ્વાળા,પવનની દિશા અખાત્રીજનો પવન સહિતના અવલોકન પરથી આગામી ચોમાસા અંગેની ધારણા બાંધવામાં આવે છે.

ચોમાસાના એંધાણ અંગે સૌથી મહત્વ ધરાવતા સૌરાષ્ટ,કચ્છ અને ઉત્તર ગુજરાતના શુકન મેળાઓ પૈકી શ્રી ચોસઠ જોગણી માતાજી પાલોદરનો શુકનમેળો સૌથી આગવું સ્થાન ધરાવે છે.
મહેસાણાની ઉત્તરે 4 કિલો મીટરના અંતરે આવેલ પાલોદર ગામે હોળી બાદ અગિયારમા બારમા દિવસે શ્રી ચોસઠ જોગણી માતાજીનો ખેડુત જીવનને સ્પર્શતો શુકનમેળો યોજાય છે.

આ વર્ષે શનિવાર અને રવિવારના રોજ પાલોદર ગામે શકુનમેળો યોજાવાનો છે.પ્રથમ દિવસે યર્જુવેદમાં દર્શાવેલ ઇન્દ્રપુજાના ભાગ અંતર્ગત જોવાતા શુકન અનુસાર સવારમાં સુથાર હળ બનાવવા,લાકડું લેવા જાય,સવારના હળોતરા વિધિ માટે વણકરો દ્વારા ઘેરઘેર કાચા સુતરની કોકડીઓ અપાય, બપોરના સમયે શ્રી માતાજીના ચોકમાં ભવાયા દ્વારા રાવણામાં લોકકથા પ્રારંભ થાય, માળી ફુલહારના કરંડિયા લઇ આવે માતાજીને હાર પહેરાવે તેમજ રાવણામાં બેસેલ ખેડુતો પૈકી એકના શિરે શેર (હાર) નાંખે.

ખેડુતો શણની રાશ વણે,પનિહારીઓ દ્વારા શુકલ અને કૃષ્ણપક્ષ એમ બે ભાગમાં ખુણેથી પાણી સીંચીને પાંચ પાંચ ફેરા,પાણીના બેડાં ભરી માઢ ચોતરે મુકેલ ગોળીઓમાં રેડાય બાદમાં હળોતરા વિધિ થાય વાદળીઓ પાણી વરસાવે. સમ્રગ વાતાવરણમાં ધાણી બાજરીના નાદથી ગુંજી ઉઠે.સમ્રગ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષણ બારીક અવલોકન બાદ આગામી ચોમાસાનો વરસાદ,કૃષિ પાકો,કૃષિ રોગ સહિતનો વર્તારો નીકળે છે,

બીજા દિવસે બપોરે માતાજીના ચોકમાં રાવણમાં ભવાયા દ્વારા કથાનો આંરભ થાય .સાંજના પાંચેક વાગ્યાના સુમારે ભવાયા દ્વારા મહાકાળીનો વેશ ધારણ કરી કુંભારવાસથી બંન્ને હાથમાં સળગતી સગડીઓમાં ઘી રેડાતા જ હોય છે. સગડીઓની અગ્નિ જ્યોત તથા આનુસાંગિક બનાવ પરથી લોકસુખાકારી રાજકીય સામાજિક આર્થિક પ્રવાહો અંગેની ધારણા બાંધવામાં આવે છે.

શ્રી ચોસઠ જાગણી માતાજીના શુકનમેળાના શુકન સત્ય સાબિત થાય છે. એકાદ હજાર વર્ષથી શુકન મેળો યોજાય છે. ફાગણ વદ 10ના દિવસે સાંજના ભવાયાના આગમન બાદ માતાજીના મંદિરે ભૂંગળ વગાડ્યા બાદ ગામમાં રસોડા બંધ હોય છે. ફાગણ વદ 11 - 12ના રોજ સેવોનાં નૈવેધ થાય.હિન્દુ મુસ્લીમ સહિત તમામ સેવાનાં નૈવેધ કરે છે.,બંન્ને રાત્રે લોકભવાઇ અને બારસ તથા તેરસે સવારમાં ભવાયા દ્વારા રામદેવ.તરેસે માતાજીના સ્થાનકે ભવાયા ઘુગો છોડે પછીજ રસોડા ચાલું. નૈવૈધ માટે રસોડું ચાલું બાકી સૌ ઠંડુ ખાય છે. સાડા સાતસો વર્ષ પુર્વ સૌ પ્રથમ ભવાઇ વેશ પલાદોર ગામે ભજવાયેલ છે. પોલાદર ગામે યોજાતા શુકનમેળામાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X