For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોઝિટિવ ન્યૂઝ: ગુજરાતના ઓટો ચાલકે પરત કરી 4 લાખ રૂપિયાથી ભરેલી બેગ

ગુજરાતનાં એક ઓટો ચાલકએ ઈમાનદારીનું ઉદાહરણ રજૂ કર્યું છે. તેમનું નામ - નાનજી ભાઇ નાઇ. ગયા મંગળવારે એક પેસેન્જરની બેગ નાનજી ભાઈની ઓટોમાં રહી ગઈ હતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાતનાં એક ઓટો ચાલકએ ઈમાનદારીનું ઉદાહરણ રજૂ કર્યું છે. તેમનું નામ - નાનજી ભાઇ નાઇ. ગયા મંગળવારે એક પેસેન્જરની બેગ નાનજી ભાઈની ઓટોમાં રહી ગઈ હતી. જોધપુર થી ગુજરાત ઓપરેશન કરવા માટે આવેલી પ્રેમલતા ગહલોતના બેગમાં ચાર લાખ રૂપિયા સાથે કેટલાક મહત્વપૂર્ણ કાગળો હતા. હાર્ટની દર્દી પ્રેમલતાને જયારે યાદ આવ્યું કે પૈસાનું બેગ ઓટોમાં રહી ગયું છે, તો પછી તેમના પર દુઃખોનું પહાડ તૂટી પડ્યું, પરંતુ ભગવાનએ કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. ઓટો ડ્રાઈવર નાનજી ભાઇએ પોલીસની મદદથી પ્રેમલતાની શોધ કરી અને પૈસાથી ભરેલી બેગ પાછી આપી.

વૃદ્ધ દંપતિએ મંગળવારે બુક કરી હતી ઓટો

વૃદ્ધ દંપતિએ મંગળવારે બુક કરી હતી ઓટો

પ્રેમલતા અને તેમના પતિ ધર્મનારાયણએ મંગળવારે સવારે રાણીપ એસ.ટી બસ ડેપો પાસેથી ઓટો બુક કરી હતી. તેમણે ઓટો ડ્રાઈવર નાનજી ભાઇને કહ્યું કે તેઓ તેમને થલતેજના સસ્તા હોટલમાં છોડી દે. ઓટો ડ્રાઈવરે એ જ કર્યું. વૃદ્ધ દંપતિએ એક જગ્યાએ ઉભા રહીને નાસ્તો કર્યો અને પછી તેઓ તેમની હોટલ પર જતા રહ્યા અને બેગ ઓટોમાં જ ભૂલી ગયા.

સફાઈ કરતી વખતે નાનજી ભાઇએ ઓટોમાં જોયું બેગ

સફાઈ કરતી વખતે નાનજી ભાઇએ ઓટોમાં જોયું બેગ

પ્રેમલતાએ કહ્યું હતું કે જ્યારે તેમને બેગ યાદ આવી ત્યારે તેમની પર દુઃખોનું પહાડ તૂટી પડ્યું. તેઓ આસપાસ ડ્રાઈવરને શોધી રહ્યા હતા, પરંતુ જ્યારે તે ત્યાં ન મળ્યો તો તેઓ વસ્તરપૂર પોલીસ સ્ટેશન ગયા. પૈસા ગયા પછી કોને એવી આશા હતી કે કોઇ એક દેવદૂતની જેમ આવશે. પ્રેમલતા અને તેના પતિ નિરાશ બેઠા હતા અને ત્યાં નાનજી ભાઇએ ઓટોની સફાઈ કરવાનું શરૂ કર્યું. સફાઈ દરમિયાન તેમણે ઓટોમાં બેગ જોયું.

બેગ જોઈને આવ્યો વૃદ્ધ દંપતિના જીવમાં જીવ

બેગ જોઈને આવ્યો વૃદ્ધ દંપતિના જીવમાં જીવ

સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ આગળ ચાલી રહી છે હતી એટલામાં નાનજી ભાઈ ત્યાં પહોંચ્યા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે એક પેસેન્જર ઓટોમાં રૂપિયાથી ભરેલી બેગ ભૂલી ગયા છે. આ પછી પોલીસએ પ્રેમલતા ગેહલોટ અને તેમના પતિને બોલાવ્યા. બંનેએ તેમની બેગને એક નજરમાં ઓળખી લીધી. ઓટો ડ્રાઈવર નાનજી ભાઇએ ધમર્નારાયણ ગેહલોટને બેગ પાછી આપી.

English summary
Auto Driver Returns 4 Lakh Rupees To Heart Patient
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X