વડોદરામાં માનસિક અસ્થિર યુવતી પર રિક્ષા ચાલકોએ કર્યું સામૂહિક દુષ્કર્મ

Subscribe to Oneindia News

સંસ્કાર નગરી વડોદરામાં સામૂહિક દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી છે. કેટલાક રિક્ષા ચાલકોએ માનસિક અસ્થિર યુવતી પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું.

rape

બનાવની વિગતો એવી છે કે આ યુવતી મૂળ મહારાષ્ટ્રની છે અને ઘરેથી વિવાદ થતા તે ટ્રેનમાં બેસી ગઈ હતી અને વડોદરા સ્ટેશને ઉતરી હતી. તે સમયે રીક્ષા ચાલકોએ માનસિક અસ્થિર યુવતી પર સમામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનામાં સયાજીગંજ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. માનસિક રીતે બીમાર યુવતી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસને એ પણ જાણવા મળ્યુ હતુ કે કુકર્મ કર્યા બાદ રિક્ષા ચાલકોએ યુવતીને 100 રૂપિયા પણ આપ્યા હતા.

English summary
auto rickshaw drivers rape on mentally retired girl in vadodara
Please Wait while comments are loading...