For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અવસર રથ આજે જામનગરમા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુ થી અવ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણી જાહેર થઇ ચૂકી છે. આ ચૂટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવરસ રથ અભિયાન શરૂ કર્યુ છે જે ગુજરાતની 182 વિધાનસભા બએઠકો પર ફરીને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.

ELECTION

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુ થી અવસર રથ દ્વારા સમગ્ર જિલ્લામાં લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત આજરોજ જામનગર ગ્રામ્યની 77 વિધાનસભા બેઠકના બેડી વિસ્તાર, ઢીંચડા, નાઘેડી, ગોરધનપર, સરમત, મોટી ખાવડી, સાપર સહિતના ગામો તથા બેઠકના તમામ મત વિસ્તારો ખાતે "અવસર રથ" દ્વારા લોકોને મતદાન કરવા અપીલ કરી મતદાન પ્રત્યે જાગૃત કરાયાં હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકોમાં મતદાન માટેની જાગૃતિ લાવવા માટે મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ અવસર રથને ગાંધીનગરથી લીલી ઝંડી આપીને પ્રસાથાન કરાવ્યુ હતુ જે ગુજરાતના 182 વિધાનસભા બેઠકો પર ફરીને લોકોને મતદાન કરવા માટે જાગૃતિ કરશે.

English summary
Avasar Rath will spread the message of voting awareness in Jamnagar today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X