બાબા બગેશ્વરના કાર્યક્રમને અમદાવાદમા લાખો ભક્તોના આવાની શક્યતાને જોતા પોલીસે ના આપી મંજુરી
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પોતાનો દરબાર ભરી રર્યા છે. સુરતમાં બાબા બાગેશ્વરના દરમારમાં અંદાજે 1 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. આ જોતા અમદાવાદના ચાણક્યપુરીમાં યોજાનાર બાબાના કાર્યક્રમને પોલીસ મંજુરી આપવામાં નથી આવી કેમ કે, શક્તિ મેદનામં અદાજે 10 હજાર લોકોની ક્ષમતા છે. આ જોતા કાર્યક્રમને આ સ્થળેથી ખસેડવામાં આવ્યો છે. પોલીસે બાબાના કાર્યકમને મંજુરી નહી આપતા હવે આ કાર્યક્રમ ઓગણજ પ્રમુખસ્વામી નગર ખાતે યોજાશે.

અમદાવાદના ચાણક્યપુરીમાં 29 અને 30 મે દરમિયના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાવાનો હતો. તેને લઇને આયોજકો દ્વારા તૈયારી પણ કરવામાં આવી હતી. અને પોલીસને મંજુરી પણ લેવામાં આવી હતી. જો કે શનિવારે સાજ પોલીસ કાર્યક્રમ યોજવા માટે મંજુરી આપી ન હતી. જેથી પોલીસ અને આયોજકો વચ્ચે બેઠક શરુ થઇ હતી્. જેમા પોલીસે મજુરી નહી આપવા માટે જણાવ્યુ હતુ કે, સુરતમાં 3 દિવસ વટવા અને સુરતમાં બાબાના 3 કાર્યક્રમ યોજાયા હતા. જેમા અંદાજે 1 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. જેથી ચાણક્યપુરી ખાતે કાર્યક્રમમાં પણે એટલા લોકો આવવાનો અંદાજ છે.
અમદાવાદનું ચાણક્યપુરીનું મેદાન ખુબજ નાનુ છે. જેમા ફક્ત 10 હજાર જેટલી સંખ્યા સમાઇ શકે તેમ છે જેથી પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી નથી. પોલીસ મંજુર નહી મળતા હવે આ કાર્યક્રમ ઓગણજ પ્રમુખસ્વાી નગર ખાતે યોજાઇ શકે છે.












Click it and Unblock the Notifications
