Bahucharaji Municipality : ગુજરાત સરકારે બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો
Bahucharaji Municipality : ગુજરાત સરકારે મહેસાણા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ જાહેરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
બંધારણના અનુચ્છેદ ૨૪૩(Q) અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ હેઠળ ગુજરાત સરકારે બહુચરાજીને નાનું શહેરી ક્ષેત્ર જાહેર કર્યું છે. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫થી આ વિસ્તાર બેચર-બહુચરાજી નગરપાલિકા તરીકે કાર્યરત થશે.

બહુચરાજી નગરપાલિકા બનતા હવે વહીવટી માળખામાં મોટો ફેરફાર આવશે. અગાઉ અહીંના સ્થાનિક રહેવાસીઓએ ગ્રામ પંચાયત જાળવી રાખવાની માંગ સાથે વિરોધ કર્યો હતો અને ગ્રામ સભામાં પણ ઠરાવ પસાર કર્યા હતા. પરંતુ સરકારે આખરે સત્તાવાર સૂચના જાહેર કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી છે.
બહુચરાજીની ઓળખ માત્ર એક યાત્રાધામ તરીકે જ નહીં પરંતુ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે પણ વિકસી રહી છે, જ્યાં સુઝુકી અને અન્ય મોટી કંપનીઓ કાર્યરત છે. આ વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
નવા નિયમ અનુસાર, નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી સરકારી જમીન નવી રચાયેલી નગરપાલિકાની માલિકી હેઠળ આવશે નહીં.












Click it and Unblock the Notifications
