For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં બજરંગ દળે કામસૂત્રની કોપી સળગાવી, દેવી-દેવતાના અપમાનનો આરોપ!

અમદાવાદમાં બજરંગ દળ દ્વારા કામસૂત્ર પુસ્તક સળગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે આ પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોનો 'કામસૂત્ર' નામે દુરુપયોગ કરવામાં આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં બજરંગ દળ દ્વારા કામસૂત્ર પુસ્તક સળગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે આ પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોનો 'કામસૂત્ર' નામે દુરુપયોગ કરવામાં આવ્યો છે. બજરંગ દળે બુક સ્ટોરના માલિકને ધમકી આપી છે કે આ વખતે દુકાનની બહાર પુસ્તક સળગાવાયા છે, જો આ પુસ્તકનું વેચાણ આગળ ચાલુ રહેશે તો સાથે દુકાન પણ સળગાવી દેવામાં આવશે.

Kama Sutra

અમદાવાદમાં બજરંગ દળના કન્વીનર જવલીત મહેતા કાર્યકરો સાથે એસજી હાઇવે પર લેટિટ્યૂડ નામના બુક સ્ટોર પર પહોંચ્યા હતા અને ત્યાં સ્ટોર બહાર કામસૂત્ર પુસ્તકની કોપીઓ સળગાવી હતી. બજરંગ દળના કન્વીનર જવલીત મહેતાએ એક વીડિયો પણ બનાવ્ચો હતો. સાથે સાથે પુસ્તક વેચનારને પણ ધમકી આપવામાં આવી છે કે જો આ પુસ્તકનું વેચાણ ચાલુ રહેશે તો દુકાનની સાથે પુસ્તકો સળગાવી દેવામાં આવશે.

બજરંગ દળનું કહેવુ છે કે કામસૂત્ર પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓના અશ્લીલ ચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત બજરંગ દળના કન્વીનર જવલિત મહેતા, નિપુણ ભટ્ટ અને અન્ય કાર્યકરો અમદાવાદના એસજી હાઇવે પર લેટિટ્યૂડ નામની દુકાનમાં પુસ્તક ખરીદવા ગયા હતા. પુસ્તકોમાં તેને અશ્લીલ ચિત્રો મળ્યા. જવલિત મહેતાએ કહ્યું કે તેમણે એક પુસ્તક સળગાવીને વિરોધ કર્યો છે. જો હવે કોઈ પુસ્તક વેચે તો દુકાનની સાથે પુસ્તકો પણ સળગાવી દેવામાં આવશે.

English summary
Bajrang Dal burns copy of Kama Sutra in Ahmedabad, accused of insulting gods and goddesses!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X