શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂત મલેશિયાની મુલાકાતે

ગાંધીનગર/મલેશિયા, 30 ડિસેમ્બર 2023: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકોને એક્સપ્લોર કરવા માટે ત્રણ દિવસની મલેશિયાની મુલાકાતે છે.

બળવંતસિંહ રાજપૂત પોતાની મુલાકાતના પ્રથમ દિવસે, મંત્રી બળવંતસિંહ રાજપૂતે પામ ઓઈલના વાવેતર અને રિફાઈનિંગ ક્ષેત્રની અનેક સંસ્થાઓના વડાઓ અને વિવિધ કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

Balwant Singh Rajput

આ બેઠક દરમિયાન, મંત્રી બળવંતસિંહ રાજપૂતે પામ પ્લાન્ટેશન, R એન્ડ D માટે ગુજરાતમાં વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો, અને ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઇલ સેક્ટરમાં વિવિધ તકો પર ચર્ચા કરી હતી, જે આત્મનિર્ભર ભારતની કલ્પનાને પરિપૂર્ણ કરવામાં મહત્વની સાબિત થશે.

મંત્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગના નાયબ મંત્રી H. E. લિવ ચિન ટોંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ગુજરાતમાં ઉત્પાદન, કૌશલ્ય વિકાસ, ગિફ્ટ સિટીમાં તકો, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ વગેરે વિષયો પર ચર્ચા થઈ સાથે બંને પ્રદેશો વચ્ચે સહયોગ માટેની તકો પર વિવિધ ચર્ચાઓ યોજાઈ હતી. મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાન્યુઆરીમાં આવનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

બલવંતસિંહ રાજપૂત, વિદેશ રાજ્યમંત્રી રાજ રંજન સિંહની હાજરીમાં, ઈન્ડિયા હાઉસ ખાતે કુઆલાલંપુરમાં ભારતના હાઈ કમિશનર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં પણ હાજરી આપશે. આ રાત્રિભોજનમાં મલેશિયાના બિઝનેસ ચેમ્બરના અનેક વડાઓ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ હાજરી આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X