કોંગ્રેસના મફત લેપટોપના ઓનલાઇન રજીસ્ટ્રેશન પર રોક

Posted By:
Subscribe to Oneindia News
gujarat congress
અમદાવાદ, 15 ઑક્ટોબરઃગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા તેમની વેબસાઇટ પર ચાલુ કરાયેલી મફત લેપટોપની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પર રોક લગાવી દેવાના આદેશ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો છે. તેમજ ભવિષ્યમાં આ પ્રકારની જાહેારત પૂર્વ મંજૂરી વગર કરવામાં આવશે તો પક્ષ વિરુદ્ધ કડક પગલાં હાથ ધરવામાં આવશે તેમ પણ પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

માહિતી અનુસાર કોંગ્રેસ દ્વારા એકાદ- બે દિવસ પહેલા સમાચારપત્રોમાં એક જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી અને જે વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ મેળવવું હોય તે તેમની વેસબાઇટમાં જઇને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ જાહેર ખબરમાં કોંગ્રેસનો લોગો હોય. સુરતના કલેક્ટર દ્વારા ભારતના ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

કલેક્ટર દ્વારા કરવામાં આવેલ ફરિયાદના પગલે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને તપાસના આદેશ આપ્યાં હતા. જેમાં કોંગ્રેસની જાહેરાતમાં આચારસહિંતાનો ભંગ થયો હોવાનું બહાર આવ્યું હતું. ગત મોડી રાત્રે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો હતો કે તે તેમની વેબાસાઇટ પર જે મફત લેપટોપની ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચલાવી રહ્યું છે, તેના પર તત્કાલ સ્વરૂપે રોક લગાવવામાં આવે અને ભવિષ્યમાં જો આ પ્રકારે પૂર્વ મંજૂરી વગર કોઇ જાહેરાત આપવામાં આવશે તો કડકમાં કડક પગલાં પક્ષ વિરુદ્ધ હાથ ધરવામાં આવશે.

આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે આ જાહેરખબર દિલ્હીમાંથી આપવામાં આવી છે. તેમાં ગુજરાત કોંગ્રેસની કોઇ ભૂમિકા નથી. હવે આ પ્રકારની કોઇ જાહેરાત પ્રસિદ્ધ કરવાની થશે તો સૌ પહેલા ચૂંટણી પંચની મંજૂરી લેવામાં આવશે.

English summary
Gujarat election commission has bannded an ad of Gujarat Congress. Free laptop distribution and registration ad was running on gujarat congress website.
Please Wait while comments are loading...