For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસ ડેરીએ પશુપાલકોના દૂધના ભાવમાં કર્યો 20 રૂપિયાનો વધારો

બનાસ ડેરીએ પશુપાલકોના દૂધના ભાવમાં કર્યો 20 રૂપિયાનો વધારો

|
Google Oneindia Gujarati News

એશિયાની ખ્યાતનામ બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે રાહતના સમાચાર આપ્યા છે. બનાસ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બનાસ ડેરી દ્વારા છેલ્લા ત્રણ મહિનાના સમયમાં આ બીજી વખત વધારો કરાયો છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પ્રતિ કિલો ફેટે 25 રૂપિયા આસપાસનો વધારો કરાયો હતો. આ રીતે, 52 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.

milk rate

સામાન્ય રીતે પશુપાલકોને ઘાસચારો, પાણી અને પશુદાણની કિંમતમાં જંગી વધારો થયો છે. હાલમાં પશુ નિર્વાહ ખર્ચ ઘણો વધી ગયો છે. ત્યારે, દૂધ ઉત્પાદન અને પશુ માટે દવા અને માવજત પાછળ પશુપાલકોને ઘણો ખર્ચ ઉઠાવવો પડતો હોવાથી, તેમના દૂધ ઉત્પાદનની યોગ્ય કિંમત મળતી નહોતી. આ કારણે, દૂધ ઉત્પાદકોને પોતાના દૂધનો યોગ્ય ભાવ મળી રહે તે જરૂરી હતું, જેને, ધ્યાનમાં રાખીને બનાસ ડેરી દ્વારા જન કલ્યાણકારી નિર્ણય કરાયો છે. બનાસ ડેરીના લાખો પશુપાલકોને તેનો લાભ મળશે.

આ ભાવ વધારા બાબતે બનાસ ડેરીના શંકર ચૌધરીએ જણાવ્યું હતુ કે, પશુપાલકોને કૃષિ પેદાશોમાં ભાવ વધવાના કારણે પશુ ચારો પણ મોઘો થયો છે, જેના કારણે પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને 20 રૂપિયા પ્રતિ કિલો ફેટના દરે ભાવ વધારો કરાયો છે. જે ભાવ વધારો સોમવારથી લાગુ કરાશે.

બનાસ ડેરીના દૂધના ભાવ પ્રતિ કિલો ફેટના 705 રૂપિયા હતા જે વધારીને હવે 725 આસપાસ કરવામાં આવ્યા છે. દૂધમાં ભાવ વધારાના કારણે સમગ્ર જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકો અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા સેકડો લોકોને મોટી રાહત થઇ છે.

પશુપાલકોના હિતમાં બનાસ ડેરીનો આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે મોઘો સાબિત થઇ શકે છે. નજીકના સમયમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધના ભાવમાં નજીવો વધારો થવાની શક્યતા સેવાઇ શકે છે.

English summary
Banas Dairy raises milk prices by Rs 20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X