બનાસકાંઠાઃ કુંભાસણ રોડ પર એક્ટિવા સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિનુ સારવાર દરમિયાન મોત

તાજેતરમાં જ બનાવવામાં આવેલ નવીન રોડની બંને બાજુએથી કાંકરી ન હટાવતા અકસ્માત સર્જાઈ રહ્યા છે.

તાજેતરમાં જ બનાવવામાં આવેલ નવીન રોડની બંને બાજુએથી કાંકરી ન હટાવતા અકસ્માત સર્જાઈ રહ્યા છે. બે દિવસ પહેલા કુંભાસણ ગામના પાટિયા નજીક પાલનપુરથી સુંઢા જતા હરિભાઈ મગનભાઈ વહોરાની આંખમાં કાંકરી ઉડતા એક્ટિવા પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે એક્ટિવા સ્લીપ થઈ જતા હરિભાઈ વહોરા બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાયા હતા. જેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક 108ની મદદથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

Recommended Video

બનાસકાંઠા : કુંભાસણ રોડ પર એક્ટિવા સ્લીપ થતાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

accident

જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ છે. કૉન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોત થયુ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. રોડ બનાવ્યા બાદ બંને સાઈડની કાંકરી દૂર ન કરાતા વધુ અકસ્માત સર્જાવાની પણ ભીતિ લોકો સેવી રહ્યા છે. નવીન માર્ગની સુવિધા પહેલા એક પરિવારના મોભીનો જીવ ભરખી લીધો છે ત્યારે કૉન્ટ્રાક્ટરની બેદરકારી માટે લોકોમાં નારાજગીના સૂર ઉઠવા પામ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X