For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠા કલેકટરના અધ્યક્ષસ્થાને રાજકીય દળોના પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાયો

By Desk
|
Google Oneindia Gujarati News

વિધાનસભાની ચૂંટણીઓને લઇને પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાયો હતો. આ બેઠકમાં વિવિધ રાજકીય દળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉમેદવારો માટે ૪૦ લાખની ખર્ચ મર્યાદા તેમજ વિવિધ ચીજવસ્તુઓના પ્રવર્તમાન ભાવો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી પંચે સુચવેલા ખર્ચની મર્યાદામાં રહીને ખર્ચ કરવા રાજકીય પક્ષોને સુચના આપવામાં આવી હતી.

banaskantha

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રવર્તમાન દરો મુજબ ચા- કોફી, ભોજન, મંડળ, રહેઠાણ, બેનર, હોર્ડિગ, અખબારોમાં આપવામાં આવતી જાહેરાતના દરો, વાહનો ભાડે રાખવા, ટોપી, ખેસ, જનરેટર સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા. નક્કી કરેલા આ ભાવો મુજબ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ઉમેદવાર દ્વારા પેઇડ ન્યુઝ મારફત જે ખર્ચ કરવામાં આવે છે તેના પર વોચ રાખીને તેનો ખર્ચ પણ ઉમેદવારના ખાતામાં ઉધારવામાં આવશે. તેમણે કહ્યું કે, ઉમેદવારે નોમીનેશનના પહેલાં દિવસે અલગ બેન્ક એકાઉન્ટ ખોલવવાનું રહેશે. ઉમેદવાર અને તેના એજન્ટનું સંયુક્ત બેંક ખાતું ખોલાવી શકશે પરંતુ તેના પરિવારના સભ્યો જેવા કે પતિ, પત્નિ અને સગાસંબંધીનું સંયુક્ત ખાતું ખોલાવી શકાશે નહીં. આ બેંક ખાતાઓના વ્યવહારો પર ચૂંટણી પંચ દ્વારા નજર રાખવામાં આવશે એટલે તમામ હિસાબો રાખવા તેમણે જણાવ્યું હતું.

English summary
banaskantha collector converse with political representives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X