For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાઃ ડીસા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ, બિનહરીફ ચૂંટાયા માવજી દેસાઈ

બનાસકાંઠા જિલ્લાના માર્કેટીંગ યાર્ડની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી.

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લાના માર્કેટીંગ યાર્ડની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માર્કેટ યાર્ડના સભાહોલમાં યોજાઈ હતી. જેમાં નિયામક મંડળના 14 પૈકી 13 સભ્યો હાજર રહ્યા હતા. ચેરમેન પદ પર માવજી દેસાઈની બિનહરીફ વરણી થતા માવજી દેસાઈના સમર્થકોમાં આનંદ છવાઈ ગયો હતો. ડીસા એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણી માટે રાજકારણ ગરમાયુ હતુ.

Recommended Video

બનાસકાંઠા : ડીસા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ

mavji desai

છ મહિના પહેલા અચાનક ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા સરકાર દ્વારા સ્થગિત રાખવામાં આવી હતી ત્યારબાદ આજે ફરીથી ભૂજ જિલ્લા રજિસ્ટારના અધ્યક્ષ સ્થાને ડીસા એપીએમસીના ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ. જેમાં ડીસા એપીએમસીમાં 14 સભ્યો પૈકી 13 સભ્યો હાજર રહ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર એક ફોર્મ ચેરમેન પદ માટે ચેરમેન તરીકે માવજી દેસાઈ બિનહરીફ નિયુક્ત થયા છે.

ચેરમેન બનેલ માવજી દેસાઈએ જણાવ્યુ હતુ કે ડીસા માર્કેટ યાર્ડની બીજા ટર્મની ચૂંટણીમાં મારા પર ફરીથી વિશ્વાસ મૂકીને મને ચેરમેનપદે નિયુક્ત કરવા માટે તમામ નિયામક મંડળનો હું આભાર માનુ છુ તેમજ ભાજપના આગેવાનોનો પણ આભાર માનુ છુ. વળી, તમામ બોર્ડ સંગઠન અને પ્રદેશ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરુ છુ. ફરીથી મને જે આ તક આપી છે ત્યારે માર્કેટ યાર્ડના ખેડૂતો અને વેપારીઓ સૌનુ હિત જળવાય અને ડીસા એપીએમસીનો વિકાસ થાય તે માટે અમારી આખી ટીમ કાર્યરત રહેશે. જૂના અનુભવી માણસોના સાથ અને સહકારથી ખેડૂતોનુ હિત જાળવીશુ.

English summary
Banaskantha: Disa Marketing Yard chairman election held, Mavji Desai elected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X