બનાસકાંઠામાં મામલદાર લડવી છે ચૂંટણી, પણ લોકોનો છે વિરોધ

Subscribe to Oneindia News

બનાસકાંઠા જીલ્લાની 10-દાંતા વિધાનસભા બેઠક જે એસ.ટી. છે. તેને લડવા માટે પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના એક્જ્યુકેટીવ મેજીસ્ટ્રેટ તથા મામલતદાર તરીકે ફરજ બજાવતાં માલજીભાઇ કોદરવી આખરે રાજીનામું ધરી દીધુ છે. અને ભારતીય જનતા પાર્ટી તરફથી 10-દાંતા વિધાનસભા ની ચૂંટણી લડવાનું પાક્કુ મન મનાવી લીધું છે. જોકે આ ઉમેદવારને લઇ દાંતા પંથક માં જુના કાર્યકર્તાઓ માં ભારે રોષ જોવા મળ્યો હતો. છતાં પણ આ વિરોધ વચ્ચે પણ માલજીભાઇ કોદરવી યાત્રાધામ અંબાજી ખાતે આવી માં અંબાના દર્શન કરી પોતાની ચૂંટણી પ્રચાર માટે શ્રીગણેશ કર્યા છે. બુધવારે, અંબાજી મંદિરમાં માલજીભાઇએ આશીર્વાદ લીધા બાદ ભટ્ટજી મહારાજની ગાદીએ રક્ષા પોટલી બંધાવી વિજય માટે આશીર્વાદ લીધા હતા.

Malajibhai kodaravi

માલજીભાઈના ટેકેદારો સહીત સ્નેહીજનો માં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને તેમણે માલજીભાઈની જીતનો દાવો કર્યો હતો. અને ઠેકઠેકાણે તેમનું ફુલહાલ અને ખેસ થી સ્વાગત પણ કરાયુ હતુ. તેમને સૌ પ્રથમ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી દાંતા મતવિસ્તાર જે કોંગ્રેસનો ગઢ મનાય છે. તેને તોડી ભા.જ.પ. નું કમળ ખીલવી ગાંધીનગર મોકલવાં હાકલ કરી હતી. માલજીભાઈ 25 તારીખે ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતાં જોવા મળી રહી છે. હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસનો ગઢ મનાતી બેઠક પર મામલતદારમાંથી ઉમેદવાર બનેલા માલજીભાઈ શું કમાલ કરી શકે છે. ભાજપના હાથમાં આ બેઠક આવે છે કે પછી કોંગ્રેસની બેઠક સચવાઈ રહે છે તે તો મતદારોના મૂડ ઉપરથી જ કળી શકાસે.

English summary
Banaskantha : Executive Magistrate Malajibhai kodaravi will contest election from BJP seat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.