Banaskantha News: અમીરગઢ અને દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં 1393 કરોડના રસ્તાના કામો પૂર્ણ
Banaskantha News: આજે વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર મુખ્યમંત્રી વતી સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષ 2012થી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 1393 કરોડના કુલ 1295.30 કિ.મી. રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં રાજ્યની મોટી એવી બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ આવેલી છે. આ ઉપરાંત ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાના બંદરો સુધી માલ પરિવહન માટે રાજસ્થાન અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોના કન્ટેનર્સ અને ભારે વાહનો પાલનપુરમાંથી પસાર થતા હોય છે.
દેશમાં સારામાં સારો સફેદ આરસ પહાણ અંબાજીમાંથી મળે છે. જે મંદિરો તથા જૈન દેરાસરમાં વિશાળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે, તેમજ તેની મોટા પ્રાણમાં નિકાસ પણ કરવામાં આવે છે.
તેથી આ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની સતત અવર જવર રહે છે. જેથી દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પાલનપુર શહેરમાં 24.53 કિ.મી. લંબાઈ અને 60 મીટર પહોળાઈના નવા ચાર માર્ગીય બાયપાસ રસ્તાની મંજૂરી આપવામાં આવી છે, જે માટે રૂપિયા 1075 કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નમો શક્તિ એકસ્પ્રેસ વે ડીસા-પીપાવાવ રોડની 430 કિ.મી. લંબાઈ માટે અંદાજીત રૂપિયા 36120 કરોડની વર્ષ 2025-26ના બજેટમાં જોગવાઈ કરી છે.
આ નમો શક્તિ એકસ્પ્રેસ-વે થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં સમૃદ્ધ કોરીડોરનું નિર્માણ થશે.
આ ઉપરાંત અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 66.15 હેક્ટર જમીનમાં અંદાજે રૂપિયા 1405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યાત્રાધામ અંબાજીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હીલ અંબાજી આબુ રોડ કુલ 116.65 કિ.મી. લાંબી રેલવે લાઈનનું રૂપિયા 2798.16 કરોડની કિંમતે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
