Banaskantha news : બનાસકાંઠા પોલીસ એક્શનમાં, દાંતામાં અસામાજિક તત્વોના વીજ કનેક્શન કપાયા
Banaskantha news : સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી 100 દિવસની ઝુંબેશ અંતર્ગત દાંતા પોલીસે અસામાજિક તત્વો પર મહત્વની કાર્યવાહી હાથ ધરી છે.
દાંતા પોલીસ અને UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના કર્મચારીઓની સંયુક્ત કામગીરી હેઠળ ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી.

Banaskantha Police News : 10 અસામાજિક તત્વોની યાદી તૈયાર
દાંતા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ દ્વારા આશરે 10 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ ક્રમમાં પોલીસ અને UGVCLના અધિકારીઓએ મળીને કાયદેસર વિજ જોડાણોની તપાસ કરી અને ગેરકાયદેસર કનેક્શન ધરાવતા તત્વો સામે પગલાં લીધા.
Danta police : વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી
આજની કાર્યવાહીમાં દાંતા પોલીસ સ્ટેશનના PI (પોલીસ ઇન્સ્પેક્ટર) સરોજ ચૌધરી અને તેમની ટીમે UGVCLના કર્મચારીઓ સાથે મળીને ત્રણ અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યા.
Ambaji police action : અંબાજી ખાતે પણ કરવામાં આવી હતી કાર્યવાહી
ગઈકાલે બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં પણ 17 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં 8 જેટલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર નળ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા.
પોલીસ અને UGVCLની સંયુક્ત કાર્યવાહી
આ ઝુંબેશમાં પોલીસ અને UGVCLની સંયુક્ત કામગીરી હળવા રીતે નહીં લેવામાં આવે. દાંતા અને અન્ય વિસ્તારોમાં આવા ગેરકાયદેસર કનેક્શન સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જો કોઈ ગેરકાયદેસર વીજ કે નળ કનેક્શન ધરાવતું પકડાશે તો કાયદેસર પગલાં ભરવામાં આવશે.












Click it and Unblock the Notifications
