For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરસ્પર સંબંધોને વ્યાપક અને સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 28 જુલાઇ : ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની શનિવારે બાંગ્લાદેશના ભારત સ્થિત હાઇકમિશ્નર તારિક એ. કરીમે સૌજન્ય મુલાકાત લીધી હતી. ભારત અને બાંગ્લાદેશ અને ખાસ કરીને ગુજરાત તથા બાંગ્લાદેશ વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક સંબંધોની સામ્યતા છે તેને ધ્યાનમાં રાખીને પરસ્પર સંબંધોને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવા આ બેઠકમાં ફળદાયી પરામર્શ થયો હતો.

ભારત સાથે લાંબા ગાળાના સંબંધો રાખવાની તત્પરતા સાથે તારિક કરીમે જણાવ્યું કે, બાંગ્લાહદેશમાં કોટન-ટેક્ષટાઇલ, શીપબિલ્ડીંગ અને શીપબ્રેકીંગ ઇન્ડેસ્ટ્રીઝ માટે વિકાસની તકો છે. ગુજરાત પણ કોટન-ટેક્ષટાઇલ અને શીપબિલ્ડીંગના ક્ષેત્રમાં અગ્રેસર છે ત્યારે આ દિશામાં પરસ્પટર વિકાસની બાબતે આગળ વધી શકાય છે.

modi
ગુજરાતમાં દરિયાકાંઠે સી-વિડ ફાર્મિંગ(દરિયાઇ શેવાળની ખેતી) અને મેન્ગ્રો વ્ઝરના વૃક્ષોના વાવેતરની વિશાળ સંભાવનાઓ અને બાંગ્લાદેશ પણ આ સંદર્ભમાં વિકાસ માટે તત્પર છે તેને ધ્યાનમાં લઇને પરસ્પનર ભાગીદારીના ક્ષેત્રો વિકસાવવા આ બેઠકમાં ચર્ચા થઇ હતી.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે શિરમૌર બનેલા ‘‘રણોત્સવ''માં ભાગ લેવા તારિક કરીમને આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન આ પ્રસંગે ઉપસ્થિત હતા.

English summary
Bangladesh High Commissioner to India Mr. Tariq A. Karim paid courtesy visit to Gujarat Chief Minister Narendra Modi on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X