Bardoli Lok Sabha Election Results 2024 LIVE Gujarati: બારડોલી સીટ રિઝલ્ટ, પ્રભુ વસાવા વર્સિસ સિદ્ધાર્થ ચૌધરી
બારડોલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આજે જાહેર થવા જઇ રહ્યાં છે ત્યારે બારડોલી લોકસભા સીટ વિશે થોડી માહિતી જાણીએ અને સાથે જ બારડોલીના રિઝલ્ટની લાઇવ અપડેટ આ આર્ટિકલમાં મેળવતા રહીએ.

બારડોલી લોકસભા સીટ 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ સીટ એસટી માટે રિઝર્વ છે. બારડોલી લોકસભા સીટ પર પહેલીવાર 2009માં ચૂંટણી થઇ હતી, ત્યારે કોંગ્રેસના તુષાર અમરસિંહ ચૌધરી આ સીટ પરથી ચૂંટાઈને પાર્લામેન્ટ સુધી પહોંચ્યા હતા. બારડોલી લોકસભામાં સાત વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાંઃ- માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર વિધાનસભા મતવિસ્તાર સામેલ છે.
લોકસભા ચૂંટણી 2024 માટે બારડોલી સીટ પર કૂલ 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ ચૂંટણી પંચે રદ્દ કરી દીધાં હતાં. અત્યારે 7 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થવાનો છે જેમાં ભાજપના પ્રભુભાઈ વસાવા અને કોંગ્રેસના ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ વચ્ચે જંગ જામ્યો છે. બારડોલી લોકસભા સીટ પર કૂલ 20,48,408 મતદારો નોંધાયેલા છે જેમાંથી 64.81% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લાઇવ અપડેટ
8:31 AM - શરૂઆતી ટ્રેન્ડ આવવા શરૂ થઈ ગયા છે. બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યા છે.
10:13 AM - બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવાને 1,84,624 મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર 1,22,905 મત મેળવી પાછળ ચાલી રહ્યા છે.
11:07 AM - બારડોલી લોકસભા બેઠક પર પ્રભુ વસાવા ( ભાજપ ) 2,70,642 મત, સિદ્ધાર્થ ચૌધરીને ( કોંગ્રેસ ) 1,81,972 મત. ભાજપ 88,670 મતની લીડથી આગળ
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
