બી.બી.એની વિદ્યાર્થીની એન.સી.સી. કેડેટ તરીકે ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે કર્યું રોશન

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ખાતે બી.બી.એ. પ્રોગ્રામના બીજા વર્ષમાઅભ્યાસ કરતી વિદ્યાર્થીની હિરલ ગજેરાએ એન.સી.સી. કેડેટ તરીકે અદ્રિતીયસિદ્ધી નોંધાવતા ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય ક્ષેત્રેરોશન કરેલ છે. હિરલ ગજેરાનું તાજેતરમાં દિલ્હી ખાતેઆયોજિત'રિપબ્લિક ડે કેમ્પ’ માટે ચયન થયેલ હતું જે હેઠળ તેણીએ એક માસ સુધી કેમ્પમા રહી રિપબ્લિક ડે ને લગતી વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હતો. આ કેમ્પ અંતર્ગત તેણીનેમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, સ્ટેટ ડીફેન્સમીનીસ્ટર શ્રી સુભાષભામરે, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી. અરવિંદ કેજરીવાલ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બીપીન રાવત, એર માર્શલ બીજેન્દર સિંઘ ધનોઆ વગેરેનેમળવાની તક મળી હતી.

hiral gajera

આ સિદ્ધિ વિષે હર્ષની લાગણી અનુભવતા ચારૂસેટના પ્રેસિડેન્ટ શ્રી સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો. બી.જી.પટેલ અને રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ જણાવ્યું હતું કે ચારૂસેટ યુનિવર્સિટી ખાતે દરેક વિદ્યાર્થીનો સર્વાંગી અને સાર્વત્રિક વિકાસ થાય તે ઉદેશ્ય રહેલ છે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સિદ્ધીઓથી ખરા અર્થમાં ચરિતાર્થ થતો જણાય છે.
હિરલે પોતાની સિદ્ધી વિષે વાત કરતા જણાવ્યું હતું કે રિપબ્લિક ડે કેમ્પમાં સિલેકશન, રાષ્ટ્રીય મહાનુભાવો દ્વારા સન્માન અને મુલાકાત અને જયારે તમારી આસપાસ ના લોકો તમને સન્માન સાથે જોવા લાગે ત્યારે અત્યંત ગર્વ અને હર્ષની લાગણી અનુભવાય છે. આજે જયારે મહિલા સશક્તિકરણમાટે ઉત્સાહપૂર્ણવાતાવરણની તાતી જરૂરિયાત છે ત્યારે મારી સફળતા માટે મારા માતા-પિતા અને પરિવારજનો ઉપરાંત મારા અધ્યાપકો તરફથી મળેલ પ્રેરણા અને અવકાશ મહત્વના પ્રેરકબળ છે. ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ખાતે એડમીશન લેતી વખતે જ કાઉન્સીલીંગ દરમિયાન મે એન.સી.સી. માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરેલી જે પરિપૂર્ણ કરવામાં સંસ્થાઓ ખુબ મોટો ફાળો રહેલો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭મા અનુક્રમે સંસ્થાના વિદ્યાર્થીઓ શાર્દુલ દવે અને સાહિલ જેક્સન રિપબ્લિક ડે કેમ્પ માટે ચયન થયા હતા. આગળ જતા શાર્દુલદવેભારત અને બાંગ્લાદેશ સરકાર દ્વારા તા. ૫-૨૩ ડીસેમ્બર, ૨૦૧૬ દરમિયાન આયોજિત યુથ એક્ચેંજ પ્રોગ્રામ-૨૦૧૬ હેઠળ જયારેસાહિલ જેક્સન ભારત અને રશિયન સરકાર દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર, ૨૦૧૭ દરમિયાન આયોજિત યુથ એક્ચેંજ પ્રોગ્રામ-૨૦૧૭ હેઠળ ગુજરાતના એકમાત્ર કેડેટ તરીકે સિલેક્ટ થઇ ભાગ લેવાની ઉપલબ્ધી નોંધાવી ચુક્યા છે.

English summary
BBA student name selected as National Cadet for NCC

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.