ચોટીલાઃ બીસીજીના ઇંજેક્શને લીધો બે જોડિયા બાળકોનો જીવ
ચોટીલા, 14 નવેમ્બરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારઇ ખાતે રહેતા ખેડૂત કોળી યુવાનના બે જોડિયા બાળકોને બીસીજીના ઇંજેક્શન આપવામાં આવ્યા બાદ બન્ને બાળકો મોતને ભેટ્યાં હોવાની શંકા દર્શાવતા સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા માપ્યો છે. આ અંગે કાર્યવાહી કરતા પોલીસે બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ મોકલી આપ્યા છે, પીએમ રીપોર્ટ આવ્યા બાદ સત્ય હકિકત બહાર આવશે, તેવું જાણવા મળ્યું છે.

ચિંતાગ્રસ્ત માતાએ જ્યારે પોતાના બાળકોને જોયા તો બન્ને મૃત અવસ્થામાં હતા, તેથી તેમણે પોતાના પતિને જાણ કરી અને થોડીકવારમાં ઘરમાં રોકકળ અને દેકારો થતાં ધારઇના સરપંચ સહિતના ગ્રામજનો ઘરે દોડી ગયા હતા. ગુરૂવારે બન્ને બાળકોને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ સ્ટાફ હાજર થયો હતો અને બનાવની પ્રાથમિક તપાસ કરી બન્ને બાળકોના મૃતદેહોને રોજકોટ પીએમ અર્થે મોકલી દીધા હતા. રીપોર્ટ આવ્યા બાદ સમગ્ર બનાવ અંગેની સત્ય હકિકત જાણ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વાર જણાવવામાં આવ્યું છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
