• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તૈયાર રાખો તમારી પાવરબેંક, દેશભરમાં એક સપ્તાહ બાદ છવાઇ શકે છે અંધારપટ; જાણો કેમ?

|

અમદાવાદ/નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : દેશભરના લોકોને ઇર્ષા આવે તેવો વીજળી પુરવઠો ગુજરાત રાજ્યની પાસે છે. ગુજરાતવાસીઓને 24 કલાક વિનાઅવરોધ વીજળી મળી રહી છે. હવે આ સુવિધા પર નજર લાગી શકે છે. હા, એક સપ્તાહ બાદ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં અંધારપટ છવાઇ શકે છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે તેમણે રાજ્યમાં 24 કલાક વીજળી મળી રહે તે માટે કેટલાક મહત્વના અને કઠોર નિર્ણયો લીધા હતા. જો કે હવે તેઓ વડાપ્રધાન બન્યા બાદ રાષ્ટ્રીય સ્તરે વીજળી સંકટ વધારે ઘેરું બની રહ્યું છે. આ સંકટનું નિવારણ ઝડપથી કરવામાં નહીં આવે તો તેની અસર આર્થિક વિકાસ ઉપર પડી શકે છે. નરેન્દ્ર મોદીના શાસનની આ મોટી હાર બની રહેશે.

દેશભરમાં અંધારપટ છવાઇ જવાની શક્યતા એટલા માટે વ્યક્ત કરવામાં આવી છે કારણ કે દેશના અડધાથી વધારે થર્મલ પાવર સ્ટેશન્સ પાસે માત્ર એક સપ્તાહ ચાલે એટલું જ ઇંધણ રહ્યું છે. વર્ષ 2012ના મધ્યથી લઇને અત્યાર સુધીની આ સૌથી ખરાબ સ્થિતિ છે. વર્ષ 2012માં પણ દુનિયાનો સૌથી મોટો બ્લેકઆઉટ સર્જાયો હતો.

થર્મલ પાવર સ્ટેશન્સમાં એક સપ્તાહ ચાલે એટલો જ કોલસો બચ્યો હોવાના અનેક કારણો છે. જેમાં કોલસાની કિંમતની ચૂકવણી, જરૂરિયાત કરતા ઓછું કોલસા ઉત્પાદન, પડતર કરતા ઓછી કિંમતે વીજળીનું વેચાણ વગેરેનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વીજળી સંકટની મોટી અસર તેના પર પડવા ઉપરાંત ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે પણ મોટો ઝાટકો લાગી શકે છે. જેની સીધી અસર આર્થિક વિકાસ પર પડશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી માટે આ મોટો પડકાર છે.

આવનારા સમયમાં અંધારપટની સંભાવના કેવી સ્થિતિ ઉભી કરી શકે તે જાણો...

મુશ્કેલી વધશે

મુશ્કેલી વધશે

એક સપ્તાહમાં થર્મલ પાવર સ્ટેશન્સને પુરતો કોલસો નહીં મળી તો આગામી સમયમાં વીજળી સંકટ વધારે ઘેરું બનવાની સંભાવના છે. જેના કારણે સમગ્ર દેશની મુશ્કેલી વધશે.

સ્થિતિ ગંભીર

સ્થિતિ ગંભીર

જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી થર્મલ પાવર સ્ટેશન્સ પાસે કોલસાના ભંડાર અડધાથી વધારે ઘટી ગયા છે. તેમની પાસે જેટલું ઇંધણ છે તેનાથી માત્ર 6 દિવસ કામ ચાલી શકે એમ છે. નોંધનીય છે કે દેશમાં કુલ વપરાશની 60 ટકા વીજળી થર્મલ પાવર સ્ટેશન્સથી જ ઉત્પાદિત થાય છે.

કોલસાનું સંકટ

કોલસાનું સંકટ

દેશમાં કોલસાનો પુરવઠો એટલા માટે નથી ઘટ્યો કારણ કે દેશમાં તેની કમી છે. દેશમાં કોલસાનો હજી 61 અબજ ટન જેટલો જથ્થો છે. ભારતમાં માથા દીઠ વીજવપરાશ પણ ઓછો છે. અમેરિકાની સરખામણીએ તે 17 ટકા ઓછો છે. વળી, દેશની 40 ટકા વસતી વીજળીનો ઉપયોગ જ કરતી નથી. કોલસાનું સંકટ પાવર સેક્ટરમાં દેવાનો બોજ છે. જેના કારણે મોટા ભાગની વીજ વિતરણ કંપનીઓ વીજળી ખરીદવાની ક્ષમતા ગુમાવી બેઠી છે.

વિચિત્ર સંકટ

વિચિત્ર સંકટ

ભારત વિચિત્ર સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. એક તરફ વીજળીની માંગ છે તો બીજી તરફ ઇંધણનો પુરતો જથ્થો હોવા છતાં તેનું ઉપ્તાદન ઓછું કરવામાં આવતું હોવાથી કંપનીઓની વીજળી ઉત્પાદન ક્ષમતા ઘટાડવી પડી છે.

English summary
Be ready for power blackouts across country after one week; Know why?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more