નવસારી જિલ્લામાંથી મળી આવી 20 લાખની ચલણી નોટો
ચૂંટણી પહેલા નવસારીમાં એક વ્યક્તિ પાસેથી પોલીસને મળ્યા 20 લાખની નોટોના બંડલ. સાથે જ પાઉન્ડની નોટો પણ મળતા પોલીસે તપાસ શરૂ કરી. વધુ વાંચો અહીં.
રાજ્યના તમામ જિલ્લામાં ચૂંટણી લક્ષી આચારસંહિતા અને સાથે સાથે જ નાણાંકીય હેરફેર અંગે માર્ગદર્શિકા આપવામાં આવી હતી. તેવામાં દક્ષિણ ગુજરાતના ગુરૂકૂલ સૂપા ગામ પાસેથી ચૂંટણીની સ્ટેટેસ્ટિકસની ટુકડીએ આશરે 20 લાખની ચળણી નોટો જબ્બે કરી છે. તે ઉપરાંત ત્રણ લાખની વિદેશી નોટો પણ ઝડપી લેવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર
આટલી મોટી માત્રામાં ચલણી નોટો ઝડપાતા તંત્ર તેમજ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. અને પોલીસે આ મામલે મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. તો જિલ્લા પોલીસ વડાએ આ અંગે તુરંત ચૂંટણી પંચને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ નોટોમાં વિદેશી ચલણ પાઉન્ડની નોટો પણ હતી. વધુમાં રાજકોટમાંથી પણ ચૂંટણી પહેલા મોટા પ્રમાણમાં સોનું પકડાયું હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
