For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધા નું આયોજન કરાયું

આગામી તારીખ 22 ઓગસ્ટના રોજ ભાઈબહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ જે દર વર્ષે બાળકીમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે 'વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધા' નું આયોજન કરે છે.

|
Google Oneindia Gujarati News

આગામી તારીખ 22 ઓગસ્ટના રોજ ભાઈબહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ જે દર વર્ષે બાળકીમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે 'વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધા' નું આયોજન કરે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન બ્રાહ્મણની ભોજનશાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 83 બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી એક થી દસ નંબરના વિજેતા બાળાઓને ભેટ આપવામાં આવી હતી.

Friends yuva seva Group Halvad

આ સાથે ભાગ લીધેલા તમામ બાળાઓને ત્રણ નોટબુક, કંપાસ તેમજ સન્માનપત્ર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આઠ મહિલા જજની ટીમ દ્વારા 83 બાળકો એ બનાવેલી રાખડીમાંથી 10 રાખડી સિલેક્ટ કરવામાં આવી હતી. જે બાદ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સભ્યો દ્વારા અલગ અલગ નંબરની જાહેરાત કરી તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Friends yuva seva Group Halvad

આ પ્રોજેક્ટમાં સરકારી શાળા નંબર 4, 7 સહિત હળવદની અલગ અલગ શાળાઓમાંથી બાળાઓ એ ભાગ લીધો હતો. ગ્રુપના સભ્ય ભાવિન શેઠ દ્વારા તમામ બાળાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનું દાન ગ્રુપના સ્વભંડોળમાંથી આપવામાં આવ્યું હતું.

Friends yuva seva Group Halvad

ગ્રૂપના સ્થાપક વિશાલ જયસ્વાલે જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન પહેલા અમને આટલી મોટી સંખ્યા થશે તેટલો વિશ્વાસ ન હતો, પરંતુ સ્પર્ધામાં 83 ભાગ લેતા ખૂબ જ આનંદ થયો છે. પ્રથમ નંબરે ધોરણ ત્રણની વરમોરા જૈમીની અનિલભાઈ જેણે પોતાની કોઠા સુજથી ખૂબ જ આગવી રાખડી બનાવી હતી, બીજા નંબરે વાઘેલા જાનવી હરીશભાઇ અને ત્રીજા નંબરે તારબુંદિયા દીપિકા અતુલભાઇ આમ અલગ અલગ 10 બાળકો વિજેતા થયા છે. તમામ બાળકો સન્માન પત્ર અને પુરસ્કારથી ખુશખુશાલ થઈ ગયા હતા.

English summary
On the occasion of Rakshabandhan, Friends yuva seva Group Halvad organized a 'Best rakhi Competition from the West' every year at a Brahman ni bhaojanshala to bring out the talent in the girl child. In which a total of 83 children participated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X