વલસાડમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો

વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા "સક્ષમ નારી, સશક્ત ગુજરાત"ના નારા સાથે સપ્તાહ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાઇ રહ્યો છે.

વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા "સક્ષમ નારી, સશક્ત ગુજરાત"ના નારા સાથે સપ્તાહ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે બીજા દિવસે બેટી બચાવો, બેટી પઢાવો થીમ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વલસાડ તાલુકાના ચણવઈ ગામની ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો. જેમાં 10 ધાત્રી માતાઓને દીકરી વધામણાં કીટ અને 8 માતાઓને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરાયું હતું. આ જ રીતનો કાર્યક્રમ આજે જિલ્લાની તમામ આંગણવાડીઓમાં પણ યોજાયો હતો.

Valsad

નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કમલેશ ગિરાસેએ જણાવ્યું કે, વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જે પણ બાકી રહી ગયુ હોય તેમણે સહાયનો લાભ મેળવી લેવો. દીકરીના જન્મના એક વર્ષની અંદર આ લાભ મેળવી લેવો જરૂરી છે.

બાળક માટે પૂરક પોષણ યોજનાનું મહત્વ સમજાવતા વધુમાં જણાવ્યું કે, બાળક ગર્ભમાં હોય ત્યારથી માંડીને 2 વર્ષનું થાય ત્યાં સુધીનો સમય ખૂબ જ મહત્વનો છે. આ જ સમયમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય છે તે માટે પૂરક આહાર આપવો જરૂરી છે. નહીંતર બાળકનો વિકાસ રૂંધાય જાય છે.

કાર્યક્રમ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જિલ્લાની તમામ આંગણવાડીઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે બ્રેસ્ટ ફીડીંગ સપ્તાહ નિમિત્તે જાગૃત્તિ કાર્યક્રમ, કિશોરીઓ સાથે માસિક તથા પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત જાગૃત્તિ કાર્યક્રમ, કિશોરીઓ સાથે એનિમિયા, કોરોના બુસ્ટર ડોઝ રસીકરણ, આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ વિતરણ, સેનેટરી પેડ, બીએમઆઈ, હિમોગ્લોબિન તપાસ અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X