અંબાજીમાં રવિવારે ભાદરવી પૂનમનો મેળો, ઉમટી રહ્યું છે ભાવિકોનું ઘોડાપુર

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ આવતા જ તહેવાર જેવું વાતાવરણ સર્જાય છે. મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા માટે ગામે-ગામથી પદયાત્રીઓ ઊમટી પડે છે. દેશભરના અલગ-અલગ ભાગોમાંથી પદયાત્રી સંઘો મહિનાઓ પહેલાં અંબાજી પહોંચવા પદયાત્રાનો પ્રારંભ કરે છે.
અંબાજી મંદિર ગુજરાતમાં પૂજાતી દેવીનું મંદિર છે. તેનું મૂળ હજી પણ અજ્ઞાત છે. અંબાજી માતાનું મૂળ મંદિર, ગબ્બર, ટેકરીની ટોચ પર આવેલું છે. પ્રાચીન ગ્રંથો અનુસાર એક મૂળ શક્તિપીઠમાંનું એક પીઠ છે. જ્યારે દેવી અંબાનું હૃદય પૃથ્વી પર પડયું ત્યારે તેનો એક ટુકડો અહીં પડ્યો હતો. એક ત્રિકોણઆકારવાળું વિશ્વયંત્ર શ્રી કેન્દ્રમાં, આંકડા અને શબ્દો દેવીનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં કોઇ મૂર્તિ આવેલ નથી. જે મંદિરના પ્રાચીન હોવાની સાબિતી આપે છે. મૂર્તિ પૂજા બહુ પછીથી લોકપ્રિય થઇ હતી.












Click it and Unblock the Notifications
