બ્રિટનના ઇતિહાસકારે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને આતંકવાદી ગણાવ્યા

Posted By:
Subscribe to Oneindia News

સૂરત, 17 ફેબ્રુઆરી: બ્રિટેનના એક ઇતિહાસકારે તાજેતરમાં જ આયોજિત એક વ્યાખ્યાનમાં ભારતના સ્વતંત્રતા સેનાનીઓ ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદને આતંકવાદી ગણાવી વિવાદ ઉભો કરી દિધો છે. વારવિક યૂનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ હાર્ડીમેને કહ્યું હતું કે જે આતંકવાદી સમૂહોએ મહાત્મા ગાંધીને શિકાર બનાવ્યા, તે તેમના અહિંસક આંદોલનની સાથે ક્યાંય હાજર ન હતા.

બ્રિટેનના ઇતિહાસના પ્રોફેસરે કહ્યું, 'જેમને ગાંધીજીને શિકાર બનાવ્યા તેમાંથી કેટલીક જાણીતી હસ્તીઓ હતી ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ. આ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન અને હિન્દુસ્તાન રિપબ્લિક સોશિયલિસ્ટ એસોશિએશનમાં સામેલ હતા.' હાર્ડીમેન 14 ફેબ્રુઆરીના રોજ 24મા આઇપી દેસાઇ મેમોરિયલ લેક્ચરમાં '1915-1947 દરમિયાન ભારતમાં અહિંસક વિરોધ' વિરોધ પર વ્યાખ્યાન આપી રહ્યાં હતા.

હાર્ડિમેને આગળ કહ્યું હતું કે ગાંધીના આંદોલનને બીજી રીતના વિરોધના લીધે લાભ મળ્યો. તેમને કહ્યું હતું કે 'દરેક અહિંસક આંદોલનનો એક હિંસક સમૂહ હોય છે જે તે જ લક્ષ્યોને સશસ્ત્ર આંદોલનના માધ્યમથી પ્રાપ્ત કરવા માંગે છે. આ સમૂહ મોટાભાગે બોમ્બ બ્લાસ્ટ, ગોળીબારી અને હત્યાઓ જેવી આતંકવાદી કાર્યોમાં સામેલ રહે છે. અહિંસક આંદોલનને એટલા માટે ફાયદો મળ્યો કારણ કે વહિવટી તંત્રને લાગતુ હતું કે ખતરનાક આતંકવાદીઓની તુલનામાં તેમનો સામનો કરવો આસાન છે.'

bhagatsingh-azad

આતંકવાદી શબ્દનો ઉપયોગ અપમાજનક રીતે નહી
બીજી તરફ હાર્ડીમેનની ભારતીય ક્રાંતિકારીઓ વિરૂદ્ધ ટિપ્પણીઓથી વ્યાખ્યાનમાં હાજર દર્શકો ક્રોધિત થઇ ગયા હતા. તેમણે તેમને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું, તો બીજી તરફ મામલો ઉગ્ર બનતાં હાર્ડીમેને કહ્યું હતું કે 'મેં આતંકવાદી શબ્દનો ઉપયોગ એક અપમાનજનક શબ્દના રૂપમાં કર્યો નથી.'

English summary
A controversy has been kicked off by the comments of a United Kingdom-based researcher in his lecture here on Friday in which he described Bhagat Singh and Chandrashekhar Azad as members of terrorist groups.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.