Statue Of Unity: એકતા નગર ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભવ્ય ઉજવણી, 15 દિવસ સુધી ચાલશે 'ભારત પર્વ 2025'
Ek Bharat Shreshtha Bharat: આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં એકતાનગર ખાતે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની સાથે જ, આગામી 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભારત પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, જે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને ઉજાગર કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત પર્વ કાર્યક્રમ પ્રથમ વખત જ દિલ્હીની બહાર થઈ રહ્યો છે, અને CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં એકતાનગર ખાતે યોજાઇ રહ્યો છે.

ભારત સરકારના પર્યટન મંત્રાલય અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવ સાંસ્કૃતિક પ્રવૃત્તિઑ વિભાગ ના સહયોગથી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે એકતા નગર ખાતે ભારત પર્વ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ "એક ભારત શ્રેષ્ઠ ભારત" ની ભાવનાને પ્રસ્તુત કરશે - અનેકતા માં એકતા દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિ ના કાર્યક્રમો આયોજિત થશે.
વિવિધ કાર્યક્રમો
1 - 15 નવેમ્બર 2025 - ભારત પર્વ 2025
ભારત પર્વ વિશે
ભારત પર્વ એ વાર્ષિક આયોજિત થનાર કાર્યક્રમ છે, જે ભારતની વિવિધ સાંસ્કૃતિક વારસાગત, ખાદ્ય પરંપરા અને કલાત્મક કૌશલ્યને દર્શાવે છે, અને રાષ્ટ્રીય એકતા અને સામૂહિક ગૌરવનો સંદેશ આપે છે.
આ વર્ષે આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી સાથે સુસંગત છે અને ભારતની વિવિધતા, એકતા અને શક્તિને ઉજવતી એક ભવ્ય ઉજવણી ના રૂપ માં એક આઇકોનીક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતે કરવામાં આવશે.
વિવિધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જન પ્રતિનિધિઓ, સાથે જ ખ્યાતનામ કલાકારો, કસબીઓ અને વિશેષ મહેમાનો આ 15 દિવસની ઉજવણીના વિવિધ દિવસોમાં કાર્યક્રમની શોભા વધારશે.
મુખ્ય આકર્ષણો
- દરરોજ સાંજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડેમ વ્યુ પોઇન્ટ 1, વેલી ઓફ ફ્લાવર પાસે બનાવેલ સાંસ્કૃતિક મંચ ખાતે બે અલગ અલગ રાજ્યોની જોડણીમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, જે તેમના અનોખા પરંપરા અને કલા ફોર્મ્સને પ્રદર્શિત કરશે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુન્ડા જયંતી ની ઉજવણી માટે વિશેષ પ્રસ્તુતિ યોજાશે.
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસતા 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચન નું આયોજન.
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે 55 હસ્તકલા સ્ટોલ, જે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકળા પ્રદર્શિત કરશે.
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે ભારત દર્શન પેવેલિયન ખાતે વિવિધ રાજ્યના પેવેલિયનો બાનવવામાં આવ્યા છે, જે તેમના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને પ્રદર્શિત કરશે.
16 - 17 નવેમ્બર 2025 - સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સાયકલોથોન
ઉજવણીના સમાપન પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સાયકલોથોન ઇવેન્ટ યોજાશે.
- 16 નવેમ્બર: સાયકલિંગ ફન રાઈડ.
- 17 નવેમ્બર: સાઈકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેંટ ઓફ ગુજરાતના સહયોગ થી સાયકલથોન સ્પર્ધા આયોજિત થશે, જેમાં
દેશભરમાંથી આશરે 5,000 સાઇકલચાલકો ભાગ લેશે.
1 થી 14 નવેમ્બર દરમિયાન નીચે મુજબ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
1 નવેમ્બર - ગુજરાત
2 નવેમ્બર - તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ
3 નવેમ્બર - પંજાબ, આંધ્ર પ્રદેશ
4 નવેમ્બર - હિમાચલ પ્રદેશ, કેરળ
5 નવેમ્બર - ઉત્તરાખંડ, કર્ણાટક
6 નવેમ્બર - હરિયાણા, તેલંગાણા
7 નવેમ્બર - રાજસ્થાન, આસામ
8 નવેમ્બર - મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ
9 નવેમ્બર - ગોઆ, ઝારખંડ
10 નવેમ્બર - દિલ્હી, સિક્કિમ, છત્તીસગઢ
11 નવેમ્બર - મધ્યપ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડ
12 નવેમ્બર - ઉત્તરપ્રદેશ, મેઘાલય અને અરૂણાચલપ્રદેશ
13 નવેમ્બર - બિહાર, ત્રિપુરા અને મિઝોરમ
14 નવેમ્બર - ચંદીગઢ, પુડ્ડુચેરી, દમણ, દીવ અને દાદરા નગરહવેલી, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર
-
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી








Click it and Unblock the Notifications
