Bharuch Lok Sabha Election Results 2024 LIVE Gujarati: ભરૂચ સીટ લાઇવ રિઝલ્ટ, મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આજે જાહેર થવા જઇ રહ્યાં છે. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાંઠગાંઠ કરી લીધી છે અને સંયુક્ત રીતે ગુજરાત લોકસભાની ચૂંટણી લડી છે. જેમાં ભરૂચની સીટ પર કોંગ્રેસના ઉમેદવારને બદલે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભરૂચ સીટ પર કોંગ્રેસ-આપના ગઠબંધનથી ભાજપને કંઈ નુકસાન થશે કે કેમ તે જોવાનું રહ્યું.

ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો આ સીટમાં કૂલ સાત વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાંઃ- કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તાર સામેલ છે.
1957થી સતત 7 ટર્મ સુધી ભરૂચ સીટ કોંગ્રેસના હસ્તગત રહી હતી. પહેલી વખત 1957માં કોંગ્રેસની ટિકિટ પર ચંદ્રશેખર ભટ્ટ ભરૂચથી સંસદ પહોંચ્યા હતા. અને છેલ્લે 1984માં અહમદ પટેલ આ સીટ પરથી ચૂંટાયા હતા, તે પછીની બધી જ લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. 1998થી 2019 સુધી સતત ભાજપના મનસુખ વસાવા આ સીટ જીતતા આવ્યા છે.
લોકસભા ચૂંટણી 2024માં પણ ભાજપે મનસુખ વસાવાને ભરૂચ સીટ પરથી ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા મેદાનમાં છે. જેમના પર ફોરેસ્ટના અધિકારીઓને ધમકાવવાનો અને જીવથી મારી નાખવાની ધમકી આપી હોવાનો કેસ થયો હતો, જે બાદ તેમણે જેલ પણ જવું પડ્યું હતું. મનસુખભાઇ વર્સિસ ચૈતરભાઇ સામેની લડાઇ કોણ જીતશે તેનું ચિત્ર રિઝલ્ટ જાહેર થતાની સાથે જ સ્પષ્ટ થઇ જશે.
જો ભરૂચના મતદારોની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર કૂલ 17,23,353 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 69.16 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લાઇવ અપડેટ
8:50 AM - ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વાસાવા આગળ ચાલી રહ્યા છે.
10:21 AM - ભરૂચમાં ભાજપના મનસુખ વસાવાને 1,53,031 મત જ્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને 1,01,573 મત મળ્યા છે. મનસુખ વસાવા 51 હજાર 458 મતથી આગળ ચાલી રહ્યા છે.
11:11 AM - ભરૂચમાં આઠમાં રાઉન્ડના ગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા 74,879 મતોથી આગળ
11:17 AM - ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 11માં રાઉન્ડમાં 58,399 મતથી આગળ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ 11મા રાઉન્ડમાં લીડ લીધી.
11:52 AM - ભરૂચમાં રસાકસી મનસુખ વસાવા 11 રાઉન્ડના અંતે 63000 મતથી આગળ ચાલી રહ્યા છે. ચૈતર વસાવા સતત લીડ કાપી રહ્યા છે. મનસુખ વાસાવાની જીતનું માર્જિન ઘટી શકે છે.
12:25 PM - ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા 16 માં રાઉન્ડમાં 96000 ના મતથી આગળ.
12:53 PM - ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા એક 1.01 લાખ વોટથી આગળ ચાલી રહ્યા છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
