ભરૂચમાં એસટી બસમાં લાગી આગ, 20 લોકો આ રીતે બચ્યા

Subscribe to Oneindia News

ભરૂચ - ટંકારીયાથી ભરૂચ આવતી એસટી બસ માં અચાનક આગ લાગતા તેમાં સવાર 20 મુસાફરો માટે જીવ તાળવે ચોંટ્યો હતો. જો કે ડ્રાઇવર અને કંડકટરની સમય સુચકતા વાપરી તમામ 20 મુસાફરોને બહાર નીકાળવામાં આવ્યા હતા. તમામ મુસાફરો સમય સુચકતા વાપરી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જો કે પાછળથી આગને કાબુમાં લેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી તેવું જાણવા મળ્યું છે.

fire

નોંધનીય છે કે સવારે નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જો કે આ કારણે અડધો કલાક સુધી અહીં ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. સમય સૂચકતાના કારણે કોઇ જાનહાનિ નથી થઇ પણ લોકોએ એસટીના ખરાબ તંત્ર પર રોષ જરૂરથી વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે હાલ ગરમીના દિવસોમાં કાર અને બસોમાં અચાનક આગ લાગવાના કિસ્સા વધી રહ્યા છે. જે એક ચિંતાની વાત છે.

English summary
Bharuch: ST Bus caught fire, 20 passenger stuck in the bus.
Please Wait while comments are loading...