For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણીના પ્રશ્ને ગુજરાતનું આ ગામ બીજા દિવસે પણ બંધ!

|
Google Oneindia Gujarati News

water tank
જામનગર, 12 માર્ચ: ચૂંટણીમાં ભલે નેતાઓ મોટા મોટા બણગા ફૂંકતા હોય પરંતુ ગુજરાતના હજીએ એવા ગામો છે જ્યાં ખરેખર પ્રાથિમ સુવિધાઓ પહોંચી જ નથી. જેનું તાજુ ઉદાહરણ છે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાનું ભાટિયા ગામ. આ આમ છેલ્લા બે દિવસથી પાણીના પ્રશ્નને હલ કરવા માટે હડતાળ પર ઉતર્યું છે.

ગામના લોકો પોતાનો વેપારધંધો બંધ કરીને હડતાળ પર ઉતરી ગયા છે અને એવી માગ કરી રહ્યા છે કે તેમને ટેન્કર દ્વારા મળતું પાણી બંધ કરવામાં આવે અને તેમના ગામને પણ પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે. ટેન્કર દ્વારા પણ પાણી અનિયમિત મળવાના કારણે ભાટિયા ગામના લોકોએ હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું.

ભાટિયા ગામના રહેવાસીઓનું કહેવું છે કે પાણી પુરવઠા વિભાગના કાર્યની ખામીને પગલે પાણી નિયમિત પહોંચતું નથી અને ગ્રામજનોને હાલાંકી ભોગવવી પડે છે. તેમનું કહેવું છે કે તેમને ટેન્કર દ્વારા નહીં પરંતુ પાઇપલાઇન મારફતે પાણી પુરું પાડવામાં આવે. ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે ટેન્કર દ્વારા મળતું પાણી અશુધ્ધ અને ગંદુ હોય છે.

બે દિવસથી પોતાનો રોજગાર ધંધો બંધ કરીને બેઠેલા ભાટિયા ગામના લોકોએ એવી પણ ચિમકી આપી છે કે જો તંત્ર દ્વારા તેમના પ્રશ્નને હલ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા રોકો આંદોલન પણ કરશે.

English summary
Bhatiya villagers doing protest against water crisis of Jamnagar district in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X