એક દાન આવું પણ! વિદ્યાર્થીએ શાળાને આપ્યું 51000 વૃક્ષોનું દાન
દાન કરવું એ પૂણ્યનું કામ છે. અને તે લોકો ખરેખરમાં નસીબદાર હોય છે જે પોતાના જીવનમાં કોઇને કોઇ રીતે દાન કરીને પૂણ્ય કમાઇ શકતા હોય છે. ત્યારે અત્યાર સુધી તમે ભલે નાણાંકીય દાન કે પછી અન્ય પ્રકારના ભૌતિક દાનો વિષે સાંભળ્યું હોય પણ આજે અમે તમને ગુજરાતના એક એવા દાનવીર વિષે જણાવાના છીએ જેનું દાન નોખું છે.
એટલું જ નહીં તેમના આ દાનથી આવનારા વર્ષો સુધી પર્યાવરણ અને લોકો બન્નેને લાભ મળતો રહેશે. કારણ કે આ દાન છે વૃક્ષનું અને તે પણ એક-બે નહીં કુલ 51000 વૃક્ષોનું! ભાવનગરમાં તબીબ ડોક્ટર નરેન્દ્ર ઘોઘાવાળાએ જે શાળાએ તેમની શિક્ષણ આપી લોકોની સેવા કરવાનો અવસર આપ્યો તેવી પોતાની શાળાને 51000 રોપાનું દાન કર્યું છે.

નરેન્દ્ર ભાઇ જે શાળાના વિદ્યાર્થી છે તેવી આલ્ફ્રેડ હાઇસ્કૂલ આશરે 144 વર્ષ જૂની છે. ત્યારે હાલમાં જ્યાં ભાવનગરને ગ્રીન સીટી બનાવવા એક અભિયાન ચાલી હ્યું છે. ત્યારે નરેન્દ્રભાઈએ પોતાની શાળાએ લીલોતરીનું અનોખુ દાન કરવાનો નિર્ણય કરી વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપ્યો હતો. સાથે સાથે તબીબના 44 વર્ષીય પુત્રએ જન્મદિવસના દિવસે 44 લીમડાનું વાવેતર કર્યુ હતું.












Click it and Unblock the Notifications
