ભાવનગર: લોકોથી ભરેલો ટ્રક પડ્યો નાળામાં, 27 જાનૈયાની મોત

Posted By:
Subscribe to Oneindia News

ભાવનગર જિલ્લાના રંગોડા પાસે મંગળવારે સવારે લોકોથી ભરેલો ટ્રક નાળામાં પડી ગયો છે. જેના કારણે તેમાં સવાર 27 જાનૈયાઓની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ છે. અને ડઝન જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક સૂચના મુજબ ટ્રકમાં 60 લોકો સવાર હતા. મંગળવાર વહેલી સવારે બનેલી આ ઘટનામાં સ્પીડમાં આવતી ટ્રક નિયંત્રણ ખોઇ બેસતા નાળામાં પડી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. અકસ્માત એટલો કારમી હતી તો લોકોની બૂમો સાંભળી સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા. જેમણે તંત્રને પણ જાણ કરી હતી. જે પછી લોકોને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

accident

વધુમાં ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે. 40 જેટલા લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. ટ્રકમાં સવાર લોકો કોળી સમાજના લોકો હતા. અને લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. નોંધનીય છે કે આ ટ્રકમાં વરરાજાના માતા-પિતાની પણ મોત થઇ છે. જો કે વરરાજા ગાડીમાં બેઠા હોવાના કારણે બચી ગયા હતા. આમ લગ્નનો પ્રસંગ આ પરિવાર માટે મોતનો પ્રસંગ બનીને ઊભો રહ્યો છે. આ મામલે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. અને ઘટના અંગે વધુ જાણકારી મેળવવા માટે તપાસ આદરી છે.

English summary
many people dead after a truck fell into a drain in Gujarat's Bhavnagar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.