અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું પીએમ મોદીના હસ્તે ભૂમિ- પૂજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના બે મુખ્ય પ્રોજેક્ટનું ભૂમિ-પૂજન કર્યું છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું. અમદાવાદ ફેઝ 2માં 28.25 કિમી લાંબી મેટ્રો પ્રોજેક્ટનું નિર્માણ કરાશે, આ પ્રોજેક્ટ માટે કુલ 5384 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ 40.35 કિમીનો છે જે 12020 કરોડ રૂપિયાના ખર્ચે બનશે.
કેવી હશે મેટ્રો?

- દરેક રૂટ પર 3-3 કોચની 4 ટ્રેન દોડશે
- ત્રણેય કોચમાં 764 લોકો સફર કરી શકશે
- કોચમાં 136 સીટ હશે અને 628 લોકોએ ઉભા રહીને સફર કરવી પડશે
- દરેક ટ્રેનની એવરેજ સ્પિડ 39 કિમી પ્રતિ કલાકની હશે
- ટ્રેનની મહત્તમ સ્પિડ 90 કિમી પ્રતિ કલાક હશે
આ ભૂમિ પૂજન કાર્યક્રમના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગઈ કાલે વિશ્વના નક્શા ઉપર કેવડિયા સુધીની ટ્રેનો ચાલુ કરીને ટૂંકા સમયમાં ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ ટૂરિઝ્મ સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ડેવલપ થાય તે માટે ગઈ કાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા સુધીની રેલવે લાઈન શરૂ કરાવી તે ગુજરાત માટે ગર્વની વાત છે. અને આજે મેટ્રો ફેઝ 2નું શિલાન્યાસ થઈ રહ્યું છે અને સુરતની આધુનિકરણમાં કનેક્ટિવિટી માટે મેટ્રોનો સુભારંભ થઈ રહ્યો છે તે ગુજરાત માટે આનંદનો અવસર છે. અગાઉ કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે ગુજરાતને અન્યાય થતો હતો, અત્યારે ગુજરાતની વિશેષ ચિંતા દિલ્હીને છે. નરેન્દ્ર મોદીના વરદહસ્તે ગુજરાત અને ભારતમાં કેટલાય વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરાયું.
આ પણ વાંચો
ગુજરાત સરકારે ન્યારી-2 સિંચાઈ યોજનાનો વિસ્તાર વધાર્યો
ઉલ્લેખનીય છે કે ડ્રિમ સિટીનું સ્ટેશન 7 હજાર સ્ક્વેર ફીટમાં બનશે, બે માળના આ સ્ટેશનના પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઈટિંગ એિયા, ચેક ઈન ગેટ વગેરે હશે. બીજા માળે પ્લેટફોર્મ હશે જ્યાં પ્લેટફોર્મ 1 અને 2 પર ટ્રેન આવશે, આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1500 પેસેન્જરની હશે.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મને યાદ છે કે અમદાવાદમાં જ્યારે મેટ્રોની શરૂ થઈ ત્યારે લોકોના ચહેરા પર કોઈ ખુશી હતી તે કદાચ જ કોઈ ભૂલી શકે, અમદાવાદના સપનાંએ અહીંની ઓળખે જાણે ખુદને મેટ્રો સાથે જોડી લીધા હોય, આજથી અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું કામ ચાલુ થઈ રહ્યું છે, હવે મેટ્રો માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી એક કોરિડોર બનશે જેનો લાભ શહેરના લાખો લોકોને થશે.
સુરતમાં મેટ્રો નેટવર્કને એક પ્રકારે આખા શહેરના મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્રોને આંતરિક રીતે જોડશે. મેટ્રોના આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને આગામી વર્ષોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. આજે જે રોકાણ થઈ રહ્યું છે તેનાથી આપણા શહેરોને આગામી કેટલાંય વર્ષો સુધી સારી સુવિધા મળશે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલાના 10-12 વર્ષમાં માત્ર સવા બસો મેટ્રો લાઈન ઓપરેશનલ થઈ હતી, જ્યારે ગત 2 વર્ષમાં સાડા ચારસોથી વધુ મેટ્રો લાઈન ચાલુ થઈ ગઈ છે. આ સમયે દેશમાં 27 શહેરમાં 1000 કિમીના મેટ્રો લાઈન પર કામ થઈ રહ્યું છે.