કચ્છ: હિંદુ સંગઠનોએ મુસ્લિમ કલાકારોની એન્ટ્રી પર લગાવી રોક

Posted By:
Subscribe to Oneindia News

નવરાત્રીને જ્યાં હવે બસ થોડા જ દિવસોની વાર છે ત્યાં જ ગુજરાતમાં ફરીથી લવ જેહાદની ચિંતા સાથે હિંદુ સંગઠનો સક્રિય થઇ ગયા છે. ભુજમાં હિંદુ સંગઠનો દ્વારા ગરબા દરમિયાન મુસ્લિમ કલાકારોને બોલવવા પર બેન લગાવવામાં આવ્યો છે. આવા જ એક કાર્યક્રમના પોસ્ટર પર કાળી શાહી પોતી ચેતવણી આપવામાં આવી છે કે આયોજકો કોઇ મુસ્લિમ કલાકારોને પોતાના કાર્યક્રમમાં હાજર ના કરે. જેના કારણે આયોજકોએ નિરાશ થઇને આ કાર્યક્રમ જ રદ્દ કરી દીધો. આયોજકોનું કહેવું છે કે તે કોઇ પ્રકારનો વિરોધ કે મુશ્કેલી નથી ઇચ્છતા જેના કારણે તેમણે આ કાર્યક્રમ જ રદ્દ કરી લીધો છે. આયોજક જીતૂ મહેતાએ જણાવ્યું કે મુસ્લિમ કલાકારોને આવતા રોકવાના બદલે અમે કાર્યક્રમ જ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

garba

તો સામે પછી હિંદુ યુવા સંગઠનના અધ્યક્ષ રધુવીર સિંહ જાડેજાએ જણાવ્યું છે કે નવરાત્રિ અમારો ધાર્મિક તહેવાર છે અને અમે બીજા ધર્મના લોકોને અમારા ધાર્મિક આયોજનમાં હાજર રહેવાની છૂટ નહીં આપીએ. સાથે જ તેમણે કહ્યું કે આ તમામ વસ્તુઓ અમે લવ જેહાદ જેવી ઘટનાઓને રોકવા માટે કરી રહ્યા છીએ. નોંધનીય છે કે ભુજમાં સિંફની ઓર્કેસ્ટ્રા વર્ષોથી ગરબાનું આયોજન કરે છે અને તેમાં કુલ 25 કલાકરોમાંથી 21 હિંદુ છે અને 4 કલાકરો મુસ્લિમ છે.

English summary
Gujarat Navaratri Garba: Muslim Artists prevented to perform programme in Navrartri.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.