વિશ્વના સાત સૌથી સુંદર સંગ્રહાલયોમાંથી એક છે ભુજ સ્મૃતિ વન, મળ્યો યુનેસ્કોનો પ્રિક્સ વર્સેલ્સ વાર્ષિક પુરસ્કાર
Bhuj Smriti Van : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે યુનેસ્કો દ્વારા વિશ્વના સાત સૌથી સુંદર સંગ્રહાલયોની યાદીમાં ભુજમાં સ્મૃતિ વન ધરતીકંપ મ્યુઝિયમના સ્થાનને બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આને ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. સ્મૃતિ વન મેમોરિયલને પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડની પ્રતિષ્ઠિત યાદીમાં સાત સૌથી સુંદર સંગ્રહાલયોમાંના એક તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે દર વર્ષે યુનેસ્કો દ્વારા આર્કિટેક્ચર અને ડિઝાઇનના ક્ષેત્રમાં આપવામાં આવે છે.

મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે, સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણની અભિવ્યક્તિ માટે ભારતમાં કોઈ મ્યુઝિયમને વૈશ્વિક સ્તરે માન્યતા મળી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, 2001ના કચ્છ ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ મ્યુઝિયમ સાકાર થયું છે. આ મ્યુઝિયમ ભુજમાં ભુજિયા ટેકરી પર આવેલું છે અને હજારો લીલા વૃક્ષોથી ઘેરાયેલું છે.












Click it and Unblock the Notifications
