For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RJ કૃણાલે કર્યું પોલિસ સ્ટેશનમાં સરેન્ડર, 57 કલાકથી ફરાર હતો

|
Google Oneindia Gujarati News

પાછલા 57 કલાકથી પોલીસથી સંતાતા ફરતા જાણીતા આરજે કૃણાલે નાટકીય રીતે બુધવાર સાંજે 6 વાગ્યે સેટેલાઇટ પોલિસ સ્ટેશનમાં તેના વકીલ સાથે હાજર થયો. જે બાદ તેની આનંદનગર પોલિસને સોંપવામાં આવ્યો કારણ કે તેની સામે આનંદનગર પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કૃણાલ પર તેની પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરવા, દહેજ માંગવા અને બ્લેકમેલ કરવા ઉપરાંત શારીરિક અને માનસિક ત્રાસ આપવા જેવા આરોપો લગાવામાં આવ્યા છે.

આર જે કૃણાલનો ખુલાસો, કહ્યું ઝધડા કોની વચ્ચે નથી થતા!

આ કેસની તપાસ એપીસી યુવરાજસિંહ જાડેજા કરી રહ્યા છે. ત્યારે આજે કૃણાલને પોલિસ કોર્ટમાં રજૂ કરશે. અને તેના વકિલ દ્વારા તેની જામીન અરજી કરવામાં આવશે. ત્યારે સવાલ ઊભો તે થાય છે કે જો કૃણાલે કોઇ અપરાધ નહતો કર્યો તો તે પોલિસ ફરિયાદ બાદ તેના માતા-પિતા સાથે કેમ ફરાર થઇ ગયો હતો. અને કેમ 57 કલાક બાદ તે પોલિસ સમક્ષ હાજર થયો. અને આ કેસમાં હજી કેવા કેવા ખુલાસા બહાર આવ્યા છે તે વિષે વધુ જાણો અહીં...

કૃણાલ થયો ફરાર

કૃણાલ થયો ફરાર

નોંધનીય છે કે ભૂમિની આત્મહત્યા બાદ જ્યારે 5માં દિવસે ભૂમિની માતા કવિતાબેન આનંદનગર પોલિસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી તે વાતની જાણ આગોતરા જ કૃણાલને થઇ ગઇ હતી અને માટે જ તે તેના માતા-પિતા જોડે ફરાર થઇ ગયો હતો.

કેમ કૃણાલ થયો ફરાર?

કેમ કૃણાલ થયો ફરાર?

તે વાત તો ચોક્કસ છે કે કૃણાલ પોલિસ સમક્ષ હાજર થવાના પહેલા પોતાનો પક્ષ મજબૂત કરવા માંગતો હતો અને માટે જ તેને ફરાર થઇને વકીલની આ કેસ અંગે મદદ માંગી. નોંધનીય છે કે આજે પણ જ્યારે તેને કોર્ટમાં રજૂ કારશે તો પોલિસ જ્યાં એક બાજુ તેના રિમાન્ડની માંગ કરશે ત્યાં તેનો વકીલને જામીનની અરજી કરશે.

પોલિસ સ્ટેશનમાં રાત

પોલિસ સ્ટેશનમાં રાત

નોંધનીય છે કે કાલે સરેન્ડર કર્યા બાદ કૃણાલે આખી રાત આનંદનગર પોલિસ સ્ટેશનમાં જ નીકાળી. અને તેની વીએસ હોસ્પિટલ શરૂવાતી તપાસ માટે પણ લઇ જવામાં આવ્યો હતો.

શું કૃણાલ ભૂમિને બ્લેકમેલ કરતો હતો?

શું કૃણાલ ભૂમિને બ્લેકમેલ કરતો હતો?

ભૂમિની માતાએ કૃણાલ પર આરોપ લગાવ્યો છે કે તે ભૂમિને ફોટો બતાવીને બ્લેકમેલ કરતો હતો. તો વળી પોલિસ સુત્રોનું માનીએ તો ભૂમિ અને કૃણાલની વોટ્સઅપ ચેટમાંથી પણ તેવી માહિતીઓ મળી છે કે જેનાથી કૃણાલ પર શંકાની સોય મૂકાઇ શકે.

કૃણાલની દલીલ હું નિર્દોષ છું

કૃણાલની દલીલ હું નિર્દોષ છું

ત્યારે ફરાર થતા પહેલા કૃણાલે એક ખાનગી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને પોતાને ભૂમિની મોતનો આધાત છે. વળી તેણે પોતાના પર લાગેલા આરોપને ખોટા જણાવ્યા છે. જો કે તેને તે વાત કબૂલી છે કે બેંગકોકમાં તેની અને ભૂમિ વચ્ચે બોલચાલ થઇ હતી.

English summary
Bhumi Suicide Case, Rj kunal surrender. Check What RJ Kunal Said about Bhumi's Suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X