For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની જાહેરાત!

ગુજરાતમાં રાજનીતિ ગઈકાલથી ગરમાયેલી છે ત્યારે હવે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વિજય રૂપાણી બાદ હવે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં રાજનીતિ ગઈકાલથી ગરમાયેલી છે ત્યારે હવે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વિજય રૂપાણી બાદ હવે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ભુપેન્દ્ર પટેલ ઘાડલોડીયાના ધારાસભ્ય છે અને આનંદીબેનના નજીકના નેતા છે.

Gujarat new cm

ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જુથના નેતા છે અને અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. કોર્પોરેટર તરીકે શરૂઆત કરનારા ભુપેન્દ્ર પટેલના નામ પર ભાજપના મૌવડી મંડળે પસંદગી ઉતારી છે. ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ ભાજપે ફરીથી એક વખત ચૌકાવ્યા છે. વિજય રૂપાણીની જેમ જ ફરી એક વખત ભાજપે એક એવું નામ પસંદ કર્યુ છે જે ચર્ચાથી પર હતુ.

ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત સાથે જ છેલ્લા 24 કલાકથી ચાલતા હાઈ સસ્પેન્સ ડ્રામાનો અંત આવ્યો છે. ભાજપની કોર કમિટીની બેઠક અને તે બાદ ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ તેમના નામની જાહેરાત કરાઈ છે. ભાજપ દ્વારા હવે તેની સત્તાવાર જાહેરાત કરવા માટે મીડિયા સંબોધનની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. અહીં વિજય રૂપાણી અને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મીડિયાને સંભોધન કરશે.

English summary
Bhupendra Patel announced as the new Chief Minister of Gujarat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X