For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટીદાર સમુદાયના 5માં મુખ્યમંત્રી છે ભુપેન્દ્ર પટેલ, ચૂંટણી પહેલા આ સમુદાયને મનાવવો મોટી ચેલેંજ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. હવે રાજકારણમાં ગરમાહટ વધી રહી છે. ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી બીજેપીની સરકાર છે. બીજેપીએ લગાતાર 6 ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તે હવે સાતમી વાર જીતવાની તૈયારીમ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. હવે રાજકારણમાં ગરમાહટ વધી રહી છે. ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી બીજેપીની સરકાર છે. બીજેપીએ લગાતાર 6 ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તે હવે સાતમી વાર જીતવાની તૈયારીમાં લાગી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે વિધાનસભા ચૂંટણી 2022માં જીત હાંસલ કરવી કોઇ મોટી ચેલેંજથી ઓછી નથી.

Bhupendra Patel

રાજ્યમાં 2017માં ગુજરાતમાં પહેલીવાર ખરાબ પ્રદર્શન રહ્યું હતુ. આ ચૂંટણીમાં 99 સીટો પર સમેટાઇ ગઇ હતી, જોકે કોંગ્રેસનું પ્રદર્શન છેલ્લી 5 ચૂંટણીઓ કરતા સારૂ રહ્યું હતુ. ગુજરાતમાં ભાજપને બેહતર કરવા માટે મુખ્યમંત્રીને બદલવામાં આવ્યા હતા જેના કારણે જનતા વચ્ચે સત્તા વિરોધી લહેરને ઓછી કરી શકાય. આ વખતે ભુપેન્દ્ર પટેલ સામે ખુદને સાબિત કરવાની ચેલેંજ છે, કેમ કે 2017ની ચૂંટણી કરતા સારૂ પ્રદર્શન કરવાનુ દબાણ છે.

ઉલ્લેખનિય છેકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પરટેલના નજીકના માનવામાં આવે છે. તેમને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે સંભવિત લિસ્ટમાં તેમનું નામ પણ ન હતુ. જ્યારે ભુપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા ત્યારે વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે પાટીદાર સમુદાયમાં કમજોર થઇ રહેલ બીજેપીના વર્ચસ્વને મજબુત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં આનંદી બેન પટેલ બાદ પાટીદાર સમુદાયમાંથી ભુપેન્દ્ર પટેલ બીજા મુખ્યમંત્રી બન્યા છે. વિજય રૂપાણીઆતા જ જૈન સમુદાયે ભાજપને ખુલીને સમર્થન આપ્યું હતુ. આ સાથે ભુપેન્દ્ર પટેલ સામે પાટીદાર સમુદાયમાં સારી છાપ ઉભી કરવાની મોટી જવાબદારી છે. જોકે ભુપેન્દ્ર પટેલની દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મજબુત પકડ નથી. ભુપેન્દ્ર પટેલ ભલે જમીનથી જોડાયેલ નેતા હોય પરંતુ તેઓ કડવા પાટીદારના નેતાના રૂપમાં જોવામાં આવે છે. 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ સામે ગુજરાતમાં સૌથી મજબુત મનાતી પાટીદાર સમુદાયમાં પોતાની પકડ મજબુત બનાવવી છે.

ગુજરાતમાં 2017માં વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ સંતોષજનક પ્રદર્શન કર્યુ ન હતુ. આની પાછળ ઓગસ્ટ 2015માં થયેલ પાટીદાર આંદોલનને માનવામાં આવે છે. ગુજરાતના રસ્તાઓ પર અચાનક લોકો ઉતરી આવ્યા હતા. આ ભીડના ચહેરા તરીકે હાર્દિક પટેલ ઉભરી આવ્યા હતા. હાર્દિક પટેલ અનામત આંદોલનનુ નેતૃત્વ કરી રહ્યો હતો. હાર્દિકની માંગ હતી કે પાટીદારોને ઓબીસીનો દર્જો આપવામાં આવે. તેમને સરકારી નોકરી અને શિક્ષણમાં અનામત મળે. આ આંદોલનનો પ્રભાવ આખા ગુજરાતમાં જોવા મળ્યો હતો. આ આંદોલન પછી જ બીજેપીમાં પાટીદારોની પકડ ઢીલી પડતી દેખાઇ હતી. 2017ની વિધાનસભા ચૂંટણીના પરીણામોમાં પાટીદારોની નારાજગી સ્પષ્ટ દેખાઇ હતી અને બીજેપીને ઓછી સીટો મળી હતી. હવે બીજેપીએ વિજય રૂપાણીની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર સમુદાયની નારાજગી દુર કરવાની જવાબદારી સોંપી છે.

English summary
Bhupendra Patel is the 5th Chief Minister of Patidar community, This Is The Challenge For Him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X