For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વાર લેશે CM પદના શપથ, PM મોદી સહિત ઘણા મોટા નેતા રહેશે હાજર

ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહેશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સાથે તેઓ રાજ્યના 18માં મુખ્યમંત્રી બનશે. શપથ ગ્રહણ સમારંભ ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડમાં બપોરે 2 વાગે યોજાશે. આ શપથ ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોમાં 20 મુખ્યમંત્રીઓ હાજર રહેશે. વળી, શપથ ગ્રહણ સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને 10-15 કેબિનેટ મંત્રીઓ પણ સામેલ થશે.

પીએમ મોદીએ અમદાવાદમાં કર્યો રોડ શો

તમને જણાવી દઈએ કે રવિવારે ગુજરાત પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનુ અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદીનુ અભિવાદન કર્યુ હતુ. પીએમ મોદીએ પણ રોડ શોના ફોટા સાથે ટ્વિટ કર્યુ, 'અમદાવાદ પહોંચતા લોકોએ ખૂબ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યુ. કાલે નવી ગુજરાત સરકાના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે.'

આટલા મંત્રીઓ લેશે શપથ

આટલા મંત્રીઓ લેશે શપથ

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, મૂળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાળળિયા, ભાનુબહેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત અને બચુ ખાબડને ફોન કરાયેલ છે. જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે.

હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે શપથગ્રહણ

હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે શપથગ્રહણ

નોંધનીય છે કે આઈએએસ અધિકારીઓની એક કમિટી શપથ ગ્રહણ સમારંભની તૈયારીઓ પર નજર રાખી રહી છે, જેના માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર 20,000 લોકોની ક્ષમતાવાળી અસ્થાયી ઇમારત બનાવવામાં આવી છે. શપથ ગ્રહણ સમારંભમાં તાલુકા અને શહેર કક્ષાના પક્ષના પદાધિકારીઓ પણ હાજર રહેવાના છે. પાર્ટીના સીટીંગ અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, એપીએમસીના ચેરમેન/વાઈસ ચેરમેન અને ડિરેક્ટર, ગ્રામ પંચાયત સરપંચ અને જનસંઘ પણ ભાગ લે તેવી અપેક્ષા છે.

સરકારમાં અમુક નવા ચહેરોઓ પણ કરાશે સમાવેશ

સરકારમાં અમુક નવા ચહેરોઓ પણ કરાશે સમાવેશ

ભુપેન્દ્ર પટેલે શુક્રવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. જેનો રાજ્યપાલે સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ ગુજરાત ભાજપે શનિવારે ભાજપ કાર્યાલય કમલમાં ધારાસભ્ય દળની બેઠક કરી. ત્યારબાદ નેતાઓએ બપોરે લગભગ 2 વાગે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ગુજરાત સરકારમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે.

ભાજપે ચૂંટણીમાં બનાવ્યા રેકૉર્ડ

ભાજપે ચૂંટણીમાં બનાવ્યા રેકૉર્ડ

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી તેમજ અપક્ષને 3 અને સપાને એક સીટ મળી. ગુજરાતની સ્થાપના પછી ગુજરાતમાં સતત સાતમી વાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ સૌથી મોટી જીત છે. ભૂપેન્દ્ર પટેલે પણ 1,92,000 મતોના અંતરથી જીત મેળવીને રેકૉર્ડ નોંધાવ્યો છે.

English summary
Bhupendra Patel take oath as Gujarat CM today, Big leaders including PM Modi will be presen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X