મોરબી-માળિયા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 યુવકના ઘટના સ્થળે મોત
મોરબી માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
મોરબીઃ મોરબી માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટીંબડી ગામના પાટિયા પાસે બંધ પડેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત થયો હતો જેમાં કારમાં બેઠેલા યુવાન સહિત પાંચ રાજસ્થાનીઓના મોત થયાના અહેવાલ છે. અકસ્માતની જાણ થતા પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. મૃતદેહોનો હાલમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો રાજસ્થાનના હોવાનુ જાણવા મળ્યુ છે.

મળતી માહિતી મુજબ મોરબી નજીક ટ્રક અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં એકસાથે પાંચ યુવકોના મોત નીપજતા લોકોમાં એરરાટી વ્યાપી ગઈ છે. કારચાલકે સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને આગળ પાર્ક કરેલી ટ્રક ન દેખાતા પાછળથી અથડાઈ હતી જેના કારણે કારમાં સવાર પાંચ યુવક મોતને ભેટ્યા હતા. પોલિસ તપાસમાં મોરબીમાં રહેતા તમામ મૃતક મૂળ રાજસ્થાનના હોવાનુ જાણવા મળ્યુ છે.
આ અકસ્માત રાતે 10 વાગે સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા આસપાસમાંથી લોકોને ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલિસ તપાસમાં તમામ યુવકો મોરબી શહેરમાં ભરતનગરના હતા અને સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. તમામ યુવકો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાતે તેઓ પોતાની ટ્રાન્સપોર્ટની ઑફિસેથી નીકળી ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન 10 વાગ્યા આસપાસ મોરબી-માળિયા હાઈવે પર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે અશ્વમેઘ હોટલ સામે આ ઘટના બની હતી.












Click it and Unblock the Notifications
