ST વિભાગનો મોટો નિર્ણય, પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ જવામાં સરળતા પડશે
Ahmedabad to Somnath: હવે અમદાવાદથી સોમનાથ વાયા સાસણ ચાલતી ST સીટર બસને અપગ્રેડ કરીને નવી અને આરામદાયક વોલ્વો બસ કાર્યરત કરવામાં આવી છે.

Somnath: શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી છે. ST વિભાગે બસ સેવા સુવિધામાં વધારો કર્યો છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના યાત્રાધામોમાં ભક્તોની ભીડ જોવા મળશે. ખાસ કરીને સોમનાથ જેવા પવિત્ર સ્થળે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી ગુજરાત ST વિભાગે યાત્રિકોને વધુ સારો મુસાફરી અનુભવ આપવા માટે સેવા સુધારવાની પહેલ કરી છે.
હવે અમદાવાદથી સોમનાથ વાયા સાસણ ચાલતી ST સીટર બસને અપગ્રેડ કરીને નવી અને આરામદાયક વોલ્વો બસ કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગરથી સોમનાથ સુધીની નવી વોલ્વો બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે યાત્રિકોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીની સુવિધા આપશે.
Somnath: સોમનાથ ખાતે ખાસ આયોજનના ભાગરૂપે વેરાવળ ડેપો દ્વારા AC ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આ નવી ઇકો-ફ્રેન્ડલી બસો ન માત્ર આરામદાયક છે, પરંતુ પર્યાવરણ માટે અનુકૂળ પણ છે. બસ સેવાઓ અંગે વિગત આપતાં વેરાવળ ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે અને તેઓ સરળતાથી સોમનાથ પધારી શકે તે માટે ST વિભાગ સતત પ્રયત્નશીલ છે.
આ નવી સેવાઓના અમલથી શ્રાવણ માસમાં ધાર્મિક યાત્રાઓ હવે વધુ આરામદાયક અને સગવડભરી બનશે.












Click it and Unblock the Notifications
