For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડ્યો, ભાજપમાં જોડાશે

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસને એક મોટો ઝાટકો લાગ્યો છે. ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને મોટો ઝાટકો આપતા પાર્ટી છોડી દીધી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસને એક મોટો ઝાટકો લાગ્યો છે. ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને મોટો ઝાટકો આપતા પાર્ટી છોડી દીધી છે. અલ્પેશ ઠાકોરના નજીક ધવલ ઝાલાએ આ વાતની પુષ્ટિ કરી છે. આપને જણાવી દઈએ કે એક મહિના પહેલા જ અલ્પેશ ઠાકોર તરફથી પાર્ટ છોડવાની વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. તેમને કહ્યું હતું કે તેઓ ઠાકોર સમુદાયના અધિકાર માટે પોતાની લડાઈ ચાલુ રાખશે અને કોંગ્રેસ સાથે જ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફૂટ પાડશે ભાજપ! મોટા નેતાઓ થશે શામેલ

ભાજપમાં જોડાશે

ભાજપમાં જોડાશે

અલ્પેશ ઠાકોરે આ વાતનો પણ ઈશારો કર્યો હતો કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ સાથે રહેશે અને તેમનું સમર્થન કરશે. હું મારા લોકો માટે સમ્માન અને અધિકાર ઇચ્છુ છું. આપને જણાવી દઈએ કે પીએમ મોદી આજે ગુજરાતમાં પોતાની પહેલી ચૂંટણી રેલી સંબોધિત કરશે.

કોંગ્રેસને મોટો ઝાટકો

કોંગ્રેસને મોટો ઝાટકો

આપને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસના બે વિધાયકો પહેલાથી જ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. તેવી સ્થિતિમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસ છોડવું તેમના માટે ઘાતક સાબિત થઇ શકે છે. સૂત્રો અનુસાર અલ્પેશ ઠાકોર પોતાની પસંદના ચાર ઉમેદવારોને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવાની માંગ કરી રહ્યા હતા. અલ્પેશ ઠાકોરની આ માંગને કોંગ્રેસે નકારી દીધી હતી.

કોંગ્રેસ વિરુદ્ધ

કોંગ્રેસ વિરુદ્ધ

આપને જણાવી દઈએ કે ઠાકોર સેનાના રાજ્ય સચિવ મુકેશ ઠાકોરે આ વખતે લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની નોમિનેશન ફાઈલ કર્યું છે. તેમને કહ્યું હતું કે ઠાકોર સેના કોંગ્રેસથી નારાજ છે અમે પાર્ટી સામે ટિકિટની માંગ રાખી પરંતુ તેને કેન્સલ કરી દેવામાં આવી. ત્યારપછી જયારે અલ્પેશ ઠાકોર સાથે બેઠક થઇ ત્યારે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો.

વર્ષ 2017 દરમિયાન અગત્યની ભૂમિકા

વર્ષ 2017 દરમિયાન અગત્યની ભૂમિકા

આપને જણાવી દઈએ કે વર્ષ 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની ભૂમિકા અગત્યની હતી. છેલ્લા ઘણા સમયથી સત્તામાં રહેલા ભાજપ સામે કોંગ્રેસે પોતાની બધી જ તાકાત લગાવી દીધી હતી. તેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ આપ્યો હતો. અલ્પેશ ઠાકોર પાર્ટીમાં જોડાવવાને કારણે તેમને ઘણો સપોર્ટ મળ્યો હતો.

English summary
Big setback for Congress ahead of Lok sabha elections 2019 Alpesh Thakor quits party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X