અમદાવાદઃ મણિનગરમાં આતંક મચાવનારા શખ્સો સીસીટીવીમાં કેદ

maninagar-gujarat
અમદાવાદ, 9 નવેમ્બરઃ અમદાવાદ શહેરમાં કારના કાચ તોડનારી ગેંગ ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. મણિનગરમાં શનિવારે મોડી સાંજે 10 અજાણ્યા લોકો બાઇક પર આવ્યા હતા અને કાર તથા બસના કાચ ફોડીને આંતક મચાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અજાણ્યા બાઇક સવારો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે તેમને પકડવામાં તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર મણિનગરમાં આવેલા કાશીનાથ મહાદેવ પાસે શનિવારે મોડી સાંજે 10 જેટલા શખ્સો બાઇકમાં આવ્યા હતા અને ચિચિયારીઓ કરતા કાર અને એએમટીએસ બસના કાચ ફોડી હાહાકાર મચાવ્યો હતો. તેમજ લોકોને બાનમાં લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અચાનક આ રીતે કાર અને બસમાં તોડફોડ કરવામાં આવતા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.

વિસ્તારમાં બાઇકર્સ દ્વારા આતંક મચાવવામાં આવતા ભયભીત બનેલા દુકાનદારોએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. એ ગાળા દરમિયાન દક્ષિણી સોસાયટીથી મણિનગર રેલવે ક્રોસિંગ સુધી આતંક મચાવનારા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. પોલીસે સીસીટીવીની ફૂટેજ અનુસાર આતંક મચાવનારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X